Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > Exclusive: ટૂંક સમયમાં જ આવશે તલ્લિકા વેબસિરીઝ, જોવા મળશે આ નામી સિતારા

Exclusive: ટૂંક સમયમાં જ આવશે તલ્લિકા વેબસિરીઝ, જોવા મળશે આ નામી સિતારા

11 September, 2020 03:35 PM IST | Mumbai
Shilpa Bhanushali | shilpa.bhanushali@mid-day.com

Exclusive: ટૂંક સમયમાં જ આવશે તલ્લિકા વેબસિરીઝ, જોવા મળશે આ નામી સિતારા

તલ્લિકા માટેનાં શૂટની બિહાઇન્ડ ધ સીનની એક તસવીર

તલ્લિકા માટેનાં શૂટની બિહાઇન્ડ ધ સીનની એક તસવીર


ગુજરાતીમાં પણ હવે અનેક સિતારાઓ વેબસિરીઝ તરફ વળ્યા છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં જ વધુ એક વેબ સિરીઝ રિલીઝ થવાની છે

આ વેબસિરીઝનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે ત્યારે વેબ સિરીઝ કયા ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ થશે તેની જાહેરાત માટે રાહ જોવાઇ રહી છે. આ વેબસિરીઝમાં Indian film distributor turned producer Director મિતાલી જાનીએ ઇન્ડિયન માઇથોલોજીથી પ્રેરણા મેળવીને આ વેબસિરીઝ માટે સ્ક્રિપ્ટ રાઇટિંગ પણ પોતે જ કર્યું છે. જ્યારે વેબ સિરીઝમાં ઓજસ રાવલ, જયકા યાજ્ઞિક, આંચલ શાહ. નાદિયા હિમાની, મનીષા નારકર, ગૌરાંગ જેડી, કૃણાલ ભટ્ટ, નીલા પટેલ, અનિલ જોશી, રમેશ દેસાઇ, નરેન્દ્ર જોશી, ગ્રીસા પુજારા, અંજલી, હર્ષ તલાટી અને અન્ય કલાકારો જોવા મળશે.




સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આંચલ શાહ સિવાય આ વેબસિરીઝમાં ઓજસ રાવલ પણ ખૂબ જ જુદાં પ્રકારના પાત્રમાં જોવા મળશે. આમ તો આ વેબસિરીઝની સ્ટોરી ગામડાની હોવાની માહિતી મળી છે એટલે ગામડાના લોકેશન્સ પર શૂટિંગ થઈ છે તેવું બિહાઇન્ડ ધ સીન્સના ફોટોઝ પરથી ધ્યાન આવે છે. નાદિયા હિમાની વિશે વાત કરીએ તો સૂત્રોએ જણાવ્યું તેમ આ વખતે નાદિયા પોતે નકારાત્મક પાત્રોને બદલે એક પૉઝિટીવ અને સપોર્ટિવ રોલમાં જોવા મળશે. તો જયકા પોતાના દરેક પાત્રની જેમ જ આ વખતે પણ દર્શકોમાં પોતાની લોકપ્રિયતા જાળવવામાં સફળ રહેશે તેવી ભૂમિકામાં દેખાઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે આ વેબસિરીઝ માટે ગામડાં જેવા સેટ ન બનાવતાં લાઇવ લોકેશન પર શૂટ કરવામાં આવ્યું છે.


આ વેબસિરીઝમાં આંચલ શાહ NRI એક્ટ્રેસ તરીકે દેખાઇ શકે છે જેમાં તે મુખ્ય અભિનેત્રીનું પાત્ર ભજવતી જોવા મળશે. ટૂંક સમયમાં જ આ વેબસિરીઝ વિશેની વધુ માહિતી મળી શકે છે. જણાવવાનું કે આ વેબસિરીઝ માત્ર ગુજરાતીમાં જ નહીં પણ હિન્દીમાં પણ બનાવવામાં આવી છે તેથી આ વેબસિરીઝ હિન્દી અને ગુજરાતી બન્ને ભાષામાં જોઇ શકાશે. આની સાથે જ આ વેબસિરીઝમાં રોમાન્ટિક ગીતો પણ જોવા મળશે.આ રોમાન્ટિક ગીતો જાણીતા મ્યૂઝિક કમ્પોઝર હિરેન ભોજકે કમ્પૉઝ કર્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2020 03:35 PM IST | Mumbai | Shilpa Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK