બૉલીવુડ એક્ટર મનોજ બાજપાઈએ વર્ષ 2019માં સીરીઝ 'ધ ફૅમિલી મેન'થી ઓટીટી પ્લેટફૉર્મ પર ડેબ્યૂ કર્યું હતું. આ સીરીઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી. મનોજ બાજપાઈની 'ધ ફૅમિલી મેન'ને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, લાંબા સમય સુધી આ ચર્ચામાં રહી હતી અને લોકો સીઝન 2 ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા હતા. તો ફૅન્સની આ રાહ હવે સમાપ્ત થવાની છે, કારણકે 'ધ ફૅમિલી મેન 2' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.
View this post on Instagram
એમેઝોન પ્રાઈમ વીડિયોએ આજે 'ધ ફૅમિલી મેન' સીઝન 2નું પહેલું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. આ પોસ્ટરમાં 2021ના સમય સાથે એક ટાઈમ બૉમ્બની તસવીર જોવા મળી રહી છે, જેના ઉપર બે હાથ નજર આવી રહ્યા છે, જે ટાઈમ બૉમ્બ પર ટેપ લગાવી રહ્યો છે. ટાઈમ બૉમ્બ પાસે મનોજ બાજપાઈ અને શારિબ હાશ્મીની એક તસવીર પણ મૂકેલી નજર ચડી રહી છે. પરંતુ આશા છે કે પોસ્ટર રિલીઝ કરવામાં આવે તો સીરીઝ પણ ટૂંક સમયમાં દર્શકો સામે આવી જશે.
'ધ ફૅમિલી મેન' એક થ્રિલર એક્શન-ડ્રામા સીરીઝ છે, એ એક મીડલ ક્લાસ વ્યક્તિ શ્રીકાંત તિવારીની વાર્તા છે, જે રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency)ના વિશેષ સેલમાં એક સ્પેશન એજન્ટ હોય છે. પરંતું આ સમય દરમિયાન તેઓ પોતાના કામ અને પરિવાર વચ્ચે કેવી રીતે સમાધાન કરે છે. આ વાર્તા મધ્યમ વર્ગના પરિવારની છે, એટલી જ ટૉપ ક્લાસ જાસૂસની વાર્તા પણ છે.
'ધ ફૅમિલી મેન'ને સીઝન 1ની રિલીઝ બાદ વિશ્વભરમાંથી ઘણો પ્રેમ અને પ્રશંસા મળી હતી. રાજ અને ડીકે દ્વારા નિર્મિત અને નિર્દેશિત 'ધ ફૅમિલી મેન' સીઝન 2 હવે એમેઝોન પ્રાઈમ વીડિયો પર જલદી પ્રસારિત થશે. પ્રિયા મણિ અને શરદ કેલકર સાથે મનોજ બાજપાઈ અને શારિબ હાશ્મી પોતાની ભૂમિકાને ભજવતા જોવા મળશે. આ સીરીઝ દક્ષિણ સુપરસ્ટાર સામંતા અક્કિનેનીની ડિજિટલ શરૂઆત પણ છે.
મનોજ બાજપાઈની સાઇલન્સ ૨૬ માર્ચે ઑનલાઇન રિલીઝ થશે
14th February, 2021 16:19 ISTડિસ્પૅચનું શૂટિંગ થયું સ્ટાર્ટ
7th February, 2021 18:26 ISTરૉની સ્ક્રૂવાલાની થ્રિલર ડિસ્પૅચમાં દેખાશે મનોજ બાજપાઈ
30th January, 2021 16:20 ISTThe Family Man Season 2 મનોજ બાજપેયીની નવી ફિલ્મની જાહેરાત, જાણો
29th January, 2021 17:20 IST