વેબ-સિરીઝ 'ક્વીન' આ શનિવારથી ઝી ટીવી પર

Published: Jun 04, 2020, 21:40 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

જયલલિતાની લાઇફ પર બનાવવામાં આવેલી એમએક્સ પ્લેયરની વેબ-સિરીઝના લૉકડાઉનમાં ટેલિકાસ્ટિંગ રાઇટ્સ ઝી ગ્રુપે લીધા

લૉકડાઉનને લીધે બધી ટીવી-ચૅનલની હાલત ખરાબ છે. શૂટિંગ માટે શરતી પરમિશન મળી છે, પણ એ શરૂ થવામાં હજી પણ પંદર દિવસ નીકળી જાય એવું લાગતું હોવાથી ઝી ટીવીએ વધુ એક વાર વેબ-સિરીઝના આશરે જવાનું નક્કી કરીને એમએક્સ પ્લેયરની વેબસિરીઝ ‘ક્વીન’ના ટેલિકાસ્ટિંગ રાઇટ્સ લીધા છે. આ શનિવારે રાતે સાડાદસ વાગ્યાથી ‘ક્વીન’ વીક-એન્ડમાં ઝી ટીવી પર જોવા મળશે. ‘ક્વીન’ જયલલિતાની લાઇફ પર આધારિત હોવાનું કહેવાય છે.

સામાન્ય ઘરની શક્તિ શેષાદ્રી ક્યાંય હાર માનવાને બદલે સંજોગો સામે લડીને આગળ વધવામાં માને છે. પહેલાં ઍક્ટિંગ અને એ પછી રાજકીય કારકિર્દી બનાવીને દેશભરની આંખો આંજી દેનારી શક્તિ શેષાદ્રી ‘ક્વીન’નું લીડ કૅરૅક્ટર છે. આ કૅરૅક્ટર સાઉથની ખ્યાતનામ ઍક્ટ્રેસ રામ્યા કૃષ્ણને કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK