Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ઝી5 ઓરિજીનલ સિરીઝ માફિયાનું ટ્રેલર તમને અલગ થ્રિલ આપશે

ઝી5 ઓરિજીનલ સિરીઝ માફિયાનું ટ્રેલર તમને અલગ થ્રિલ આપશે

07 July, 2020 07:07 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ઝી5 ઓરિજીનલ સિરીઝ માફિયાનું ટ્રેલર તમને અલગ થ્રિલ આપશે

જાણીતી બોર્ડ ગેમ માફિયા પર જ આ શો આધારિત છે.

જાણીતી બોર્ડ ગેમ માફિયા પર જ આ શો આધારિત છે.


ઝી 5 એ એક અનોખી સાયકોલોજિકલ થ્રિલર 'માફિયા' રિલીઝ થવાની તૈયારીમાં છે, જેનું પ્રીમિયર 10 જુલાઇના રોજ થશે. તાજેતરમાં, શોનું ટ્રેલર રજૂ કરવામાં આવ્યું છે, રિયુનિયનનો માહોલ કઇ રીતે અંતે સામાજિક બાદબાકીના ખેલમાં મિડીયમથી જિંદગીના જુગારમાં ફેરવાય છે તે આપણે જોઇ શકીએ છીએ. ટ્રેલરની શરૂઆત ગાઢ જંગલમાં રિયુનિયન માટે મળેલા દોસ્તોના શોટથી થાય છે.પરંતુ શું તે ખરેખર આ નજીકનાં મિત્રો છે?  ટ્રેલરમાં જ શોની કથાને આગળ વધારાય છે જ્યારે ગ્રુપ માફિયા નામના સોશ્ય ડિડક્શન એટલે કે સામાજિક બાદબાકીનો ખેલ શરુ થાય છે. આ દર્શોકનો સાચી રમતની વાર્તા સાથે બાંધી રાખશે તે ચોક્કસ. જોવાનું એ છે કે શું આ પાત્રો બચે છે, બધા જ બચે છે કે પછી અમુક લોકોનો સફાયો થઇ જાય છે? 10 જુલાઇએ દર્શકોની ઇંતેજારીનો અંત આવશે. આ અંગે શોમાં અભિનય કરનારા નમિત દાસ કહે છે કે, “આ શો રહસ્ય અને સાયકોલોજિકલ થ્રિલરનું મિક્સ છે અને ટ્રેઇલરમાં તો માત્ર એક ઝલક મળે છે પણ જ્યારે આ પાત્રો ખેલ શરૂ કરે છે ત્યારે તેમના કાવતરા બધું બદલી નાખે છે. ખેલાઇ રહેલી રમતમાં થતું સાચું ખુન તેનો ખરો ટ્વિસ્ટ છે. આ જીવનના ખેલમાં કોણ બચશે અને કોણ જશે એ માટે તો તમારે આ શો ઝી5 પર જોવો પડશે.”

એક્ટ્રેસ અનિન્દિતા બોઝે આ ટ્રેલર અંગે કહ્યું છે કે, “મારું પાત્ર શોના પાત્રોને રમતના નિયમ બતાડે છે અને હું દર્શકોને ખાતરી આપું છું કે આ રહસ્ય તેમને માટે બહુ જ રોમાંચક રહેશે. આ રિયુનિયનની એક અનોખી કહાની છે અને અહીં દરેક પાત્રની ધીરજની કસોટી થાય છે. 10 જુલાઇએ આ જિંદગીની જુગારમાં દર્શકો અમારી સાથે જોડાઇને ચોક્કસ રોમાંચક અનુભવ મેળવશે.”




જાણીતી બોર્ડ ગેમ માફિયા પર જ આ શો આધારિત છે. બિર્સા દાસગુપ્તા દ્વારા દિગ્દર્શિત, એસ્કે મૂવીઝ દ્વારા નિર્મિત અને રોહન ઘોષ અને અરિત્ર સેન દ્વારા રચિત, આ શોમાં નિતિનની ભૂમિકામાં નમિત દાસ, ઋષિની ભૂમિકામાં તન્મય ધનનીયા, સાથે રિદ્ધિમા ઘોષ, અનન્યાના પાત્રમાં એશા એમ સાહા, તાન્યાના પાત્રમાં મધુરિમા રોય, નેહાના પાત્રમાં અનીદિતા બોઝ ભૂમિકા ભજવશે.

 


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 07:07 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK