રાજીવ ખંડેલવાલે લૉકડાઉન બાદ તેની વેબ-સિરીઝ ‘નક્સલબાડી’નું શૂટિંગ શરૂ થતાં નવી નૉર્મલ લાઇફમાં ઍડ્જસ્ટ થવાની વાત કહી છે. એનું શૂટિંગ ગોવામાં ચાલી રહ્યું છે. ૮ એપિસોડની આ સિરીઝ એક ફિક્શનલ સ્ટોરી પર આધારિત છે. રાઘવ નામના પોલીસની ભૂમિકામાં રાજીવ જોવા મળશે. ઝીફાઇવની આ સિરીઝમાં ટીના દત્તા, સુજિતા ડે, સત્યદીપ મિશ્રા, શક્તિ આનંદ અને આમિર અલી પણ જોવા મળશે. લૉકડાઉનમાં રાહત આપતાં ધીમે-ધીમે ફિલ્મો અને સિરિયલ્સનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. કામ શરૂ થતાં રાજીવ ખંડેલવાલે કહ્યું કે ‘વિશ્વ બદલાઈ ગયું છે અને અમે ખૂબ ઝડપથી આ નવી નૉર્મલ લાઇફને ઍડ્જસ્ટ કરી રહ્યા છીએ. અમે એવી કેટલીક વેબ-સિરીઝમાંના છીએ જેણે શૂટિંગ શરૂ કરી દીધું છે. આશા રાખીએ છીએ કે પડકારોનો સામનો કરતાં અને આવા પ્રતિકૂળ સંજોગોમાં અમે સફળ થઈશું.’
પોતાના પાત્ર વિશે જણાવતાં રાજીવ ખંડેલવાલે કહ્યું કે ‘તમને પોતાનું પાત્ર સાકાર કરવાની જરૂર હોય છે, કારણ કે એમાં ખૂબ પ્રબળતા હોય છે. એમાં દૃઢતાની જરૂર હોય છે. આ કૅરૅક્ટર માટે મેં પહેલી વખત મૂછ લગાવી હતી. મોટી ચૅલેન્જ તો એ હતી કે મારે ઉગ્રતાપૂર્વક બૅલૅન્સ જાળવી રાખવાનું હતું. ડિરેક્ટર પાર્થો મિત્રા માટે તો આ એક મોટો ટાસ્ક છે. ગાઢ જંગલમાં ઍક્શન-સીન્સ કરવા એ શૂટિંગનો ઇન્ટરેસ્ટિંગ ભાગ છે. એમાં પણ વરસાદમાં ચારેય બાજુ કાદવ-કીચડ ફેલાયેલું હોય છે. સવારથી લઈને સાંજ સુધીનો આ તદ્દન નવો અનુભવ છે.’
કલાકારને થિયેટર્સ ખરી માન્યતા પ્રદાન કરે છે : રાજીવ ખંડેલવાલ
26th April, 2020 18:33 ISTરાજીવ ખંડેલવાલની રિલીઝ થયેલી વધુ એક વેબ-ફિલ્મ શું છે?
23rd April, 2020 18:39 ISTનક્સલ સાથે હવે બાથ ભીડશે રાજીવ ખંડેલવાલ
24th February, 2020 13:08 ISTકોર્ટ માર્શલમાં અભિનેતા સક્ષમ દાયમા મહત્વના રોલમાં
23rd October, 2019 13:36 IST