ટાઈગર શ્રોફનો Bottle Cap Challenge છે સૌથી અલગ, જુઓ જોરદાર વીડિયો

Published: Jul 05, 2019, 14:49 IST

હૉલીવુડથી શરૂ થયેલો Bottle Cap Challenge હવે બૉલીવુડમાં પણ છવાઈ રહ્યો છે.

ટાઈગર શ્રોફ
ટાઈગર શ્રોફ

હૉલીવુડથી શરૂ થયેલો Bottle Cap Challenge હવે બૉલીવુડમાં પણ છવાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે બૉલીવુડમાં કોઈપણ એક્ટરને બોટલ કેપ ચેલેન્જ માટે નૉમિનેટ કરવામાં નથી આવ્યા, તો પણ કલાકાર પોતાના આદર્શોના પ્રેરણાથી આ ચેલેન્જ લઈ રહ્યા છે. 

ઉદાહરણ તરીકે અક્ષયકુમારે પોતાના આદર્શ એક્શન સ્ટાર જેસન સ્ટેથમથી પ્રેરિત થઈને Bottle Cup Challenge લીધું, તો બૉલીવુડના યંગ એક્શન સ્ટાર ટાઈગર શ્રોફે એક અન્ય હૉલીવુડ એક્શન સ્ટાર ડૉની યેનથી પ્રેરિત થઈને બૉટલ કેપ ચેલેન્જ લીધું. ડૉનીની જેમ ટાઈગરે પણ આંખ પર પટ્ટી બાંધીને એક જ કિકથી બોટલ કેપ અથવા ઢાકણું ખોલી દીધું. વીડિયો તમને હેરાન કરી દેશે. ટાઈગરે વીડિયો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે.

એની સાથે સ્ટાર વિદ્યુત જામવાલે પણ આ ચેલેન્જ પૂરી કરી છે.

ડૉની માર્શલ આર્ટ્સના એક્સપર્ટ છે. ભારતીય દર્શક એમને Ip Man સીરીઝ માટે ઓળખે છે, જેમાં એમણે એક માર્શલ આર્ટ્સ ગુરૂનો રોલ પ્લે કર્યો છે. એ સિવાય દીપિકા પાદુકોણ અને વિન ડિઝલની XXX- Return Of Xander Cageમાં પણ ડૉની યેને મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : Arjun Kapoorના ફોટા પર Malaika Arora કરી આવી કમેન્ટ

ખાસ વાત એ છે કે ડૉનીએ Bottle Cap Challenge પ્લાસ્ટિકના બદલે કાચની બોટલ સાથે આ ચેલેન્જ પૂર્ણ કરી અને No Plasticનો મેસેજ પણ આપ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK