સની લીઓની અને કરિશ્મા તન્ના હવે ઍક્શન મોડમાં

Published: 22nd October, 2020 22:34 IST | Nirali Dave | Ahmedabad

એમએક્સ પ્લેયરની આગામી સિરીઝ બુલેટ્સમાં ટીના અને લોલો નામની ગ્લૅમરસ ગર્લ કરશે ઍક્શનઃ ૩૦ ઑક્ટોબરે રિલીઝ

એમએક્સ પ્લેયરની નવી સિરીઝ ‘બુલેટ્સ’માં સની લીઓની અને કરિશ્મા તન્ના લીડ રોલમાં જોવા મળશે. ૩૦ ઑક્ટોબરે આવનારી આ ઍક્શન-થ્રિલર સિરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીના (કરિશ્મા તન્ના) અને લોલો (સની લીઓની) બે દેશો વચ્ચે ગેરકાયદેસર રીતે ચાલી રહેલી હથિયારોની ડીલ અટકાવવાના મિશન પર હોય છે પણ પુરાવા એકઠા કરવા જતાં રાતોરાત તેમની જિંદગી બદલાઈ જાય છે. સની લીઓની અને કરિશ્મા તન્ના આ મસાલા એન્ટરટેઇનર શોમાં ગ્લૅમરસ દેખાવા ઉપરાંત ઍક્શન કરતી જોવા મળશે.
કરિશ્મા તન્ના ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે અને તે છેલ્લે અલ્ટ બાલાજીના વેબ-શો ‘કરલે તૂ ભી મોહબ્બત’માં જોવા મળી હતી તો સની લીઓનીએ ઝીફાઇવની વેબ-સિરીઝ ‘કરણજિત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ સની લીઓની’થી ડિજિટલ ડેબ્યુ કર્યું છે. ‘બુલેટ્સ’નું શૂટિંગ ‘ટીના ઍન્ડ લોલો’ નામની ફિલ્મ તરીકે કરવામાં આવ્યું હતું પણ હવે એ વેબ-સિરીઝ તરીકે રિલીઝ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK