જોઈ લો પ્રિયંકા ચોપડા જોનસની ફ્રોઝન 2ની પહેલી ક્લિપ

Published: Nov 02, 2019, 17:23 IST | મુંબઈ ડેસ્ક

આવો મળીએ આ જનરેશનની ઇન્સ્પિરેશનને એલ્સા અને ઍનાને બાવીસમી નવેમ્બરે.’

નવી દિલ્હી : (એ.એન.આઇ.) પ્રિયંકા ચોપડા જોનસે ‘ફ્રોઝન 2’ની ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ ફિલ્મની હિન્દી રીમેકને પ્રિયંકા અને પરિણીતી ચોપડાએ અવાજ આપ્યો છે. આ રીમેકમાં એલ્સાના કૅરૅક્ટરને પ્રિયંકાએ અને ઍનાના પાત્રને પરિણીતીએ અવાજ આપ્યો છે. બાવીસમી નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મની હલકી ઝલક દેખાડતાં પ્રિયંકાએ એક વિડિયો ક્લિપ શૅર કરી છે. આ ક્લિપ પ્રિયંકાના હાથના ટૅટૂ ડૅડીઝ લિટલ ગર્લથી શરૂ થાય છે. એમાં પ્રિયંકા કહી રહી છે કે ‘કહેવાય છે કે છોકરીઓને સમજવી ખૂબ મુશ્કેલ છે. આ વાત એકદમ સાચી છે. કેમ કે જેટલું અમને લોકો જાણી શક્યા છે એનાથી ખૂબ આગળ નીકળી ગયા છીએ અમે. અમને ક્વીન બનવા માટે કિંગની જરૂર નથી. અમે પોતે જ અમારો માર્ગ બનાવીએ છીએ અને એ પણ અમારી સ્ટાઇલમાં. અમારા માટે તારા તોડીને ન લાવતા. એ તો પોતે જ અમને શોધતા આવી જશે. ‍અમને કોઈની સ્ટોરીનો ભાગ નથી બનવું, અમે પોતે જ અમારી સ્ટોરી લખીશું. જમાનો બદલાઈ રહ્યો છે અને સ્ટોરીઝ પણ. કંઈક આવી જ સ્ટોરી છે ડિઝનીની ‘ફ્રોઝન 2’ની. તો આવો મળીએ આ જનરેશનની ઇન્સ્પિરેશનને એલ્સા અને ઍનાને બાવીસમી નવેમ્બરે.’

આ ક્લિપ શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘વિશ્વમાં પરિવર્તન લાવનારી પ્રેરણાત્મક, દિલને ગમતી સાથે જ પોતાની મંઝિલ મેળવવાની એલ્સા અને ઍના બે બહેનોની સ્ટોરી જુઓ. ‘ફ્રોઝન 2’ બાવીસમી નવેમ્બરે રિલીઝ થશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK