Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જુઓ Avengers: Endgameનો એ ઈમોશનલ સીન, જે કરી નખાયો હતો ડિલીટ

જુઓ Avengers: Endgameનો એ ઈમોશનલ સીન, જે કરી નખાયો હતો ડિલીટ

29 July, 2019 01:10 PM IST | મુંબઈ

જુઓ Avengers: Endgameનો એ ઈમોશનલ સીન, જે કરી નખાયો હતો ડિલીટ

અવેન્જર્સનો ડિલીટેડ સીન કરાયો રિલીઝ

અવેન્જર્સનો ડિલીટેડ સીન કરાયો રિલીઝ


અવેન્જર્સ એન્ડગેમ બાદ જે ખાલીપો માર્વેલ અને અવેન્જર્સના ચાહકોના જીવનમાં સર્જાયો છે તેમાંથી તેઓ બહાર નથી આવ્યા. ત્યાં જ ફિલ્મના ક્રિએટર્સ એક એવો સીન રીલિઝ કર્યો છે. જે ફિલ્મમાં નહોતો જોવા મળ્યો. આ સીન એટલો ઈમોશનલ છે કે અવેન્જર્સના ચાહકોને રડવું આવીજશે.

USA ટુડેએ શેર કરેલા આ હાર્ટબ્રેકિંગ વીડિયોમાં જોઈ શકાય છે કે ટોની સ્ટાર્કે થાનોસને હરાવવા માટે પોતાના જીવની કુરબાની આપી દીધી પછી શું થયું. આ સીનમાં સ્ટાર્ક થાનોસ સાથેની લડાઈ બાદ તેના છેલ્લા શ્વાસ ગણતો જોવા મળી રહ્યો છે.

એક મિનિટ અને 36 સેકન્ડના આ સીનની શરૂઆત થાય છે પેપર પોટ્ટસ ટોનીને એક છેલ્લી કિસ આપે છે. હૉક આય સહિતના અવેન્જર્સ તેને ઘુંટણિયે બેસીને સન્માન આપે છે. બ્લેક પેન્થર અને કેપ્ટન માર્વેલ પણ તેને સન્માન આપે છે. પીટર ક્વિલ, નેબ્યુલા, સ્કોટ લેન્ગ, કેપ્ટન અમેરિકા અને થોર પણ પોતાના હીરોને વિદાય આપે છે. છેલ્લે ડૉક્ટર સ્ટ્રેન્જ ઘુંટણિયે બેસીને ટોની સ્ટાર્કને સન્માન આપે છે. વીડિયોમાં સૌથી આશ્ચર્યજનક ગામોરાનું દેખાવું છે, જે બીજી ટાઈમલાઈનમાં મરી ગયેલી હોય છે.

જુઓ આ ઈમોશનલ સીન અહીં...

આ પણ જુઓઃ તારક મહેતાના 11 વર્ષઃ જાણો આ હિટ શો વિશે કેટલીક રસપ્રદ વાતો



આ સીન ગેમ ઑફ થ્રોન્સના સીનને મળતો આવે છે. જેમાં લોકો પોતાના રાજાને ઘુંટણ પર બેસીને આદર આપે છે. હાલામાં જ અવેન્જર્સ એન્ડગેમ છેલ્લા 10 વર્ષથી રાજ કરતી અવતારને પછાડીને સૌથી વધુ કમાણી કરનારી ફિલમ બની હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2019 01:10 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK