આવી રીતે પોતાને ફિટ રાખે છે દીપિકા પાદુકોણ, જુઓ વીડિયો

Published: Sep 13, 2019, 13:05 IST | મુંબઈ

હાલમાં જ દીપિકા પાદુકોણનો એક વર્કઆઉટ કરતો વીડિયો વાયરલ સામે આવ્યો છે. આ વીડિયોમાં દીપિકા જબરદસ્ત વર્કઆઉટ કરતી દેખાઈ રહી છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બૉલીવુડની સૌથી ફિટ અને મેઈનટેન એક્ટ્રેસિઝમાંથી એક છે. એકટ્રેસ લાઈફમાં કેટલી પણ વ્યસ્ત હોય પણ તે પોતાના ફિટનેસની ઘણી સંભાળ રાખતી હોય છે.

હાલમાં જ દીપિકા પાદુકોણનો એક વર્કઆઉટ કરતો વીડિયો વાયરલ સામે આવ્યો છે. આ વીડિયોમાં દીપિકા જબરદસ્ત વર્કઆઉટ કરતી દેખાઈ રહી છે. આ વીડિયો એમની ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે.

આ પણ જુઓ : ફરીથી ટ્રેન્ડમાં આવ્યા છે ગજરા, સેલેબ્સથી લઈને ડિઝાઈનર્સની બન્યા પસંદ

આ વીડિયોમાં દીપિકાએ બન્ને હાથથી સામે બેલ્ટ પકડી રાખ્યો છે અને તે પાછળની તરફ સંપૂર્ણ રીતે ઝૂંકી ગઈ છે. દીપિકાના ટ્રેનરની વાત માનીએ તો આ એક્સરસાઈઝ તમારા કરોડરજ્જૂને મજબૂત બનાવવા માટે મદદ કરે છે. વીડિયો શૅર કરતા યાસ્મીને લખ્યું, તમે ત્યા સુધી જુવાન છો જ્યાર સુધી તમારા કરોડરજ્જૂ ફ્લેક્સિબલ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK