13 દિવસમાં વૉરએ કર્યું 276.40 કરોડનું કલેક્શન

Published: Oct 16, 2019, 13:37 IST | મુંબઈ

બીજી ઑક્ટોબરે રિલીઝ થયેલી ‘વૉર’એ ૧૩ દિવસમાં ૨૭૬.૪૦ કરોડનું કલેક્શન મેળવી લીધું છે.

ફિલ્મ 'વૉર'
ફિલ્મ 'વૉર'

બીજી ઑક્ટોબરે રિલીઝ થયેલી ‘વૉર’એ ૧૩ દિવસમાં ૨૭૬.૪૦ કરોડનું કલેક્શન મેળવી લીધું છે. આ કલેક્શન હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાની ફિલ્મનું મળીને છે. આ ફિલ્મમાં હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની જબરદસ્ત ઍક્શન જોવા મળી રહી છે. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ પડી રહી છે. બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મનો જાદુ હજી પણ કાયમ છે. જે સ્પીડમાં ફિલ્મનું કલેક્શન વધી રહ્યું છે એને જોતાં લાગી રહ્યું છે કે આ ફિલ્મ જલદી જ ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ જશે એટલું જ નહીં, આ ફિલ્મ વિદેશમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. ફિલ્મે વિદેશમાં ૧૧.૨ મિલ્યન ડૉલર એટલે કે ૭૯.૮૦ કરોડનો બિઝનેસ કર્યો છે.

આ પણ વાંચો : પ્રસિદ્ધિ હજી પણ મારા માટે એક જાદુ જેવી છે : વરુણ શર્મા

વાત કરીએ પ્રિયંકા ચોપડા જોનસ અને ફરહાન અખ્તરની ‘ધ સ્કાય ઇઝ પિંક’ની. તો ૧૧ ઑક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે ચાર દિવસમાં ૧૧.૯૫ કરોડનો બિઝનેસ કર્યો છે. એવુ લાગી રહ્યું છે કે આ ફિલ્મ ‘વૉર’ સામે ટકી શકવામાં અસમર્થ છે. જોકે સમય જ જણાવશે કે ‘ધ સ્કાય ઇઝ પિંક’ આવનાર સમયમાં બૉક્સ-ઑફિસ પર શું રંગ દેખાડે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK