શાહરૂખ ખાન સાથે મન્નતમાં રહેવું છે, તો આપવું પડશે આટલું ભાડું

Updated: Jan 23, 2020, 16:01 IST | Mumbai

પોતાના ચાહકો સાથે ટ્વીટર પર ગોઠડી માંડતા શાહરૂખ ખાનને તેના ઘર મન્નતનાં એક ઓરડામાં રહેવાનું ભાડું કેટલું હશે તેવો સવાલ પણ કરાયો.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાન

પોતાના ચાહકો સાથે ટ્વીટર પર ગોઠડી માંડતા શાહરૂખ ખાનને તેના ઘર મન્નતનાં એક ઓરડામાં રહેવાનું ભાડું કેટલું હશે તેવો સવાલ પણ કરાયો. પોતાના વાક્ચાતુર્ય માટે જાણીતા શાહરૂખ ખાન પોતાના જવાબોથી ઇન્ટરનેટ પર છવાઇ ગયા.

સુપર સ્ટાર શાહરૂખ ખાનનાં આખા વિશ્વમાં લાખો કરોડો ચાહકો છે. તાજેતરમાં એક્ટરે પોતાના ફેન્સ સાથે ટ્વિટરના માધ્યમથી જોડાવાનું નક્કી કર્યું. એક્ટરે પોતાના ફેન્સને #AskSRK હેશ ટેગનો ઉપયોગ કરીને પોતાને સવાલ કરવા અપીલ કરી. તેણે ફેન્સને કહ્યું હતું કે તે પોતાનાથી બનતા બધા જ સવાલોના જવાબ આપશે. શાહરૂખને જાત ભાતનાં સવાલો કરાયા જેમાં કોઇ ગંભીર તો કોઇ રમુજી હતા અને શાહરૂખે બધા જ સવાલનાં જવાબ બહુ સરળતાથી આપ્યા.

કુછ કુછ હોતા હૈના એક્ટરને એક સવાલ કરાયો કે મન્નતમાં એક ઓરડાનું ભાડું કેટલું હશે, જેના જવાબમાં તેણે કહ્યું કે 'તીસ સાલ કી મહેનત મેં પડેગા'.

 

 

તેના એક ફેનની ઉંમર શાહરૂખ ખાનની દીકરી સુહાના જેટલી જ છે તો તેણે શાહરૂખ પાસે સલાહ માગી તો એક જવાબદાર પિતાની માફક શાહરૂખ ખાને કહ્યું કે , કોઇપણ પણ નકારાત્મકને તારા પ્રવાસમાં આડે ન આવવા દઇશ, તું પોતે જે છે તેના કારણે જ સુંદર છે.

 

 

અન્ય એક યુઝરે તેની તાજેતરમાં ફ્લોપ ગયેલી ફિલ્મો અંગે પુછીને તેનો પ્રતિભાવ માગ્યો ત્યારે શાહરૂખે બસ દુઆ મેં યાદ રખના જેવો સ્માર્ટ જવાબ આપ્યો હતો.

 

 

માત્ર ફેન્સ નહીં પણ એક્ટર રિતેશ દેશમુખે પણ શાહરુખને સવાલ કર્યો હતો કે તે પોતાના નાના દીકરા અબરામ પાસેથી જીંદગીનો કયો એક પાઠ શીખ્યો છે. આ સવાલનાં જવાબમાં શાહરૂખે લખ્યું કે, જ્યારે પણ તમે દુઃખી, ભુખ્યાં કે ગુસ્સામાં હો ત્યારે તમારી ગમતી વીડિયો ગેઇમ રમતી વખતે બસ જરાક અમસ્તું રડો.

 

 

શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ 2018ના ડિસેમ્બરમાં આવી હતી અને ત્યાર બાદ મોટી સ્ક્રિન પર તે જોવા નથી મળ્યો. સુપર સ્ટારે હમણાં ફિલ્મોમાંથી થોડા સમયનો વિરામ લીધો છે એમ લાગે છે. ફિલ્મી વર્તુળોમાં વાત હતી કે આદિત્ય ચોપરાનાં દિગ્દર્શન હેઠળ બનનારી એક ફિલ્મમાં કામ કરવાની શાહરૂખે હા પાડી છે, તો તાજેતરમાં તેણે રાજકુમાર હિરાણી અને અટલી કુમાર સાથે ફિલ્મ કરવા અંગે વાત કરી હોવાના વાવડ પણ હતા. જો કે સુપર સ્ટારે પોતે બીજી ફિલ્મ સાઇન કરી હોવાની વાતોને ખોટી જ ગણાવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK