Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફરીથી પ્રેમમાં પડવું છે અનિલ કપૂરને

ફરીથી પ્રેમમાં પડવું છે અનિલ કપૂરને

07 January, 2020 12:50 PM IST | Mumbai

ફરીથી પ્રેમમાં પડવું છે અનિલ કપૂરને

ઝરા સંભલ કે - આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને દિશા પટણીએ ગઈ કાલે જુહુમાં આવેલા એક થિયેટરમાં તેમની ‘મલંગ’નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. આ ઇવેન્ટમાં દિશા પટણીને હાઈ હીલ્સમાં તકલીફ પડી રહી હોવાથી અનિલ કપૂર તેને સંભાળતો જોવા મળ્યો હતો. તસવીર : સમીર માર્કન્ડે

ઝરા સંભલ કે - આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને દિશા પટણીએ ગઈ કાલે જુહુમાં આવેલા એક થિયેટરમાં તેમની ‘મલંગ’નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. આ ઇવેન્ટમાં દિશા પટણીને હાઈ હીલ્સમાં તકલીફ પડી રહી હોવાથી અનિલ કપૂર તેને સંભાળતો જોવા મળ્યો હતો. તસવીર : સમીર માર્કન્ડે


અનિલ કપૂરની ઇચ્છા છે કે તેને ફરી એકવાર પ્રેમમાં પડવુ છે. તે ‘મલંગ’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર, દિશા પટણી અને કુણાલ ખેમુ પણ જોવા મળશે. આ ફિલ્મ ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આદિત્ય અને દિશાની ઑન-સ્ક્રીન કૅમિસ્ટ્રી જોઈને અનિલ કપૂરે કહ્યું હતું કે ‘આ ફિલ્મ બાદ આદિત્ય અને દિશા દિગ્ગજ, સ્પેશ્યલ અને મોટા સ્ટાર બની જશે. હું આ વાત ખરેખર કહું છું. મેં દરેક ફ્રેમને જોઈ છે અને એને મેં એન્જૉય કરી છે. હું યુવાન હોત તો સારુ હોત. મારી ઇચ્છા છે કે હું આદિત્યની જેમ બાઇક ડ્રાઇવ કરું અને ફન કરું. તેમને ફિલ્મમાં જોઈને મને પ્રેમમાં પડવાનું મન થઈ આવ્યુ છે. જોકે હું પ્રેમમાં તો છું જ પરંતુ ફરી એકવાર પ્રેમમાં પડવા માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2020 12:50 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK