Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Vizag Gas Leak Tragedy: બોલીવુડ સેલેબ્ઝે કહ્યું કે ખરેખર આ વર્ષ બેકાર

Vizag Gas Leak Tragedy: બોલીવુડ સેલેબ્ઝે કહ્યું કે ખરેખર આ વર્ષ બેકાર

07 May, 2020 03:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Vizag Gas Leak Tragedy: બોલીવુડ સેલેબ્ઝે કહ્યું કે ખરેખર આ વર્ષ બેકાર

દુર્ઘટનાથી સેલેબ્ઝ છે દુ:ખી

દુર્ઘટનાથી સેલેબ્ઝ છે દુ:ખી


એક તરફ આખું વિશ્વ કોરોના વાયરસ (COVID-19)ની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યાં જ વિશાખાપટ્ટનમની ગેસ લીક દુર્ઘટનાએ આખા દેશને હલાવી દીધો છે. આ દુર્ઘટનામાં કે;લાક લોકોએ જીવ ગુમાવ્યો છે તો અનેક લોકો બિમાર પણ પડયા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર પણ છે. આ Vizag Gas Leak Tragedyથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ ખળભળાટ મચી ગયો છે. બોલીવુડથી માંડીને સાઉથના સુપરર્સ્ટાસે પણ આ દુર્ઘટના બાબતે દુ:ખ વ્યક્ત કર્યું છે અને પિડિતોની સારવાર માટે પ્રાર્થના પણ કરી છે. તેમજ લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.

અભિનેતા અનુપમ ખેરે અસરગ્રસ્તો પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી અને ઘટના અંગે દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું.




સેન્સર બોર્ડના અધ્યક્ષ અને ગીતકાર પ્રસૂન જોશીએ ઘટનાને હૃદય દ્વાક ગણાવી હતી અને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


ભુમિ પેડણેકરે પણ ર્દુઘટનાથી ઘણી દુ:ખી થઈ હતી.

રવિના ટંડને અસરગ્રસ્તો અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા તેમજ આ દુર્ઘટનામાં પ્રિયજનને ગુમાવનારા વિરુધ્ધ સંવેદના દર્શાવી હતી.

ફિલ્મ મેકર અશોક પંડિતે ટ્વીટ કર્યું હતું કે, વિશાખાપટ્ટનમમાં ગેસ લીકની દુર્ઘટનામાં પિડિત હજારો લોકો માટે દુઆ કરું છું. જે બીમાર છે અને જેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેમના માટે પણ.

અભિનેત્રી વાણી કપુરે લખ્યું હતું કે, વિશાખાપટ્ટનમની દુર્ઘટના બહુ શોકિંગ અને બિહામણી છે. અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમને ભગવાન શક્તિ આપે.

તમન્ના ભાટિયાએ લખ્યું હતું કે, સવારે ઉઠતા સાથે જ વિશાખાપટ્ટનમની દુર્ઘટનાની ખબર મળી. મારી સંવેદનાઓ એ બધાની સાથે છે.

અભિનેતા રણદીપ હુડાએ પણ ટ્વીટ દ્વારા દુ:ખ વ્યક્ત કર્યું હતું.

અભિનેત્રી રકુલ પ્રિત કૌરનું હૃદય દુર્ઘટના વિષે સાંભળીને દ્રવી ઉઠયું હતું.

બોલીવુડના સેલેબ્ઝનું માનવું છે કે, આ વર્ષ ખરેખર ખરાબ છે. કારણકે એક પછી એક દુર્ઘટનાઓ થઈ જ રહી છે. તાજેતરમાં જ બોલીવુડે ઈરફાન ખાન અને ઋષિ કપૂર બે દિગ્ગજોને ગુમાવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2020 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK