મધુબાલા 2 વિશે વિવિયન ડિસેના શું કહે છે?

Published: Sep 09, 2019, 08:59 IST | મુંબઈ

‘મધુબાલા : એક ઇશ્ક એક ઝુનૂન’ની સેકન્ડ સીઝનમાં કામ કરતાં પહેલાં વિવિયન ડિસેના એ વિશે બે વાર વિચાર કરશે. ૨૦૧૨થી ૨૦૧૪ સુધી ચાલેલો આ શો વિવિયન ડિસેનાની સક્સેસમાં ખૂબ મહત્ત્વનો રહ્યો છે.

વિવિયન ડીસેના
વિવિયન ડીસેના

 ‘મધુબાલા : એક ઇશ્ક એક ઝુનૂન’ની સેકન્ડ સીઝનમાં કામ કરતાં પહેલાં વિવિયન ડિસેના એ વિશે બે વાર વિચાર કરશે. ૨૦૧૨થી ૨૦૧૪ સુધી ચાલેલો આ શો વિવિયન ડિસેનાની સક્સેસમાં ખૂબ મહત્ત્વનો રહ્યો છે. આ શોના બીજા પાર્ટની ઑફર કરવામાં આવી છે કે નહીં એ વિશે પૂછતાં વિવિયને કહ્યું કે ‘મને હજી સુધી મેકર્સ તરફથી કંઈ જણાવવામાં નથી આવ્યું. જો મને ઑફર કરવામાં આવી તો હું પહેલાં સ્ટોરી સાંભળીશ અને ત્યાર બાદ નક્કી કરીશ. ઍક્ટર તરીકે મારી કરીઅરમાં ‘મધુબાલા’ ખૂબ મહત્ત્વની રહી છે. હું કામ કરવા માટે તૈયાર છું. આ સમય મારી લાઇફ અને કરીઅરને એક્સપ્લોર કરવા માટે બેસ્ટ છે.’

આ પણ વાંચોઃ રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

વિવિયન છેલ્લે ‘શક્તિ : અસ્તિત્વ કે એહસાસ કી’માં જોવા મળ્યો હતો. શોના ધી એન્ડ બાદ શું તું ઇનસિક્યૉર થયો હતો? એના જવાબમાં વિવિયને કહ્યું હતું કે ‘જરાય નહીં. મને એ બધી વાતોથી કોઈ ફરક નથી પડતો. હું મારી જાત પાસેથી ખૂબ જ ઓછી આશા રાખું છું તેમ જ મને જ્યારે કોઈ ઑફર મળી હોય તો એમાં સારું કામ કરવા માટે હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરું છું. સખત મહેનત કરવી એ મારી પ્રાયોરિટી છે. મારા કામથી મને કિક મળે છે. લોકો મારા વિશે શું વિચારે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK