વિવેક ઓબેરોયને હજી પણ છે સલમાન પાસેથી માફીની અપેક્ષા

Published: Apr 16, 2019, 17:27 IST

ત્યાર બાદ વિવેકે પોતે એ વાતની કબૂલાત કરી હતી કે સલમાન ખાન પર આરોપ મૂકવો તેને મોંઘો પડ્યો. તેને બોલીવુડમાં કામ મળવું ઘટ્યું. વિવેકે સલમાન પાસેથી માફી પણ માગી, પણ કોઇ ફાયદો થયો નહીં.

વિવેક ઓબેરૉય, સલમાન ખાન
વિવેક ઓબેરૉય, સલમાન ખાન

આજ કાલ વિવેક ઓબેરોય તમામ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપીકને લઇને ચર્ચામાં હતો. પરંતુ હવે તેની ચર્ચાનું કારણ બદલાયું છે. તેણે ફરી સલમાન ખાન સાથેનો વિવાદ ગરમાયો છે. વિવેક ઓબેરૉયને જ્યારે સલમાન ખાન સાથે જોડાયેલ પ્રશ્ન પૂછવામાં આવ્યો જેનો વિવેક ઓબેરૉયે દિલ ખોલીને જવાબ આપ્યો.

વિવેકે સલમાન ખાનને લઇને આપ્યો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપીકના પ્રમોશન વખતે વિવેક ઓબેરૉય તેના અને સલમાન ખાન વચ્ચેના વિવાદ વિષે પ્રશ્ન પૂછવામાં આવ્યો. વિવેકે જે જવાબ આપ્યો તેનાથી કદાચ સલમાન અને તેના વચ્ચેના સંબંધો થોડા સુધરી શકે છે.

માફ કરવામાં વિશ્વાસ રાખે છે કે નહીં સલમાન- વિવેક

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન વિવેક ઓબેરૉયને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જો તેને સલમાન ખાનને કંઈ પૂછવાનો અવસર આપવામાં આવે તો તે શું પૂછશે? આ પ્રશ્નનો જવાબ આપતાં તેણે કહ્યું કે તે સલમાનને પૂછશે કે શું તે માફ કરવામાં વિશ્વાસ રાખે છે કે નહીં? જો કે આ પહેલી વાર નથી કે જ્યારે વિવેક ઓબેરૉય એ આવી વાત કરી. આ પહેલા પણ તે સલમાન ખાન પાસેથી માફી માગી ચૂક્યો છે. પણ આ બાબતે સલમાન તરફથી કોઇ જ વળતો જવાબ મળ્યો નથી.

જાણો શું હતો વિવાદ

વર્ષ 1999માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ની શૂટિંગ દરમિયાન સલમાન અને એશ્વર્યામાં નિકટતા વધી ગઇ હતી. પણ ધીમે ધીમે બન્નેના સંબંધોમાં ખટાસ આવવા લાગી. ત્યાર બાદ એશ્વર્યાની નિકટતા વિવેક ઓબેરૉય સાથએ વધી. બન્નેએ એક ફિલ્મમાં સાથે કામ કર્યું. ત્યાર બાદ વિવેકે વર્ષ 2003માં એક દિવસ એકાએક પ્રેસ કોન્ફરન્સ બોલાવી.

સલમાન પર મૂક્યો આરોપ

વિવેકે સલમાન પર આરોપ મૂક્યો કે તેણે દારૂ પીને મને 41 મિસ્ડ કૉલ કર્યા અને મને મારી નાખવાની ધમકી પણ આપી. ત્યાર પછી જ સલમાન અને વિવેક વચ્ચે મનમોટાવ શરૂ થયો. એટલું જ નહીં વિવેક અને એશ્વર્યા વચ્ચેની વાત પણ બગડી.

સલમાન પાસે માગી માફી

ત્યાર બાદ વિવેકે પોતે એ વાતની કબૂલાત કરી હતી કે સલમાન ખાન પર આરોપ મૂકવો તેને મોંઘો પડ્યો. તેને બોલીવુડમાં કામ મળવું ઘટ્યું. વિવેકે સલમાન પાસેથી માફી પણ માગી, પણ કોઇ ફાયદો થયો નહીં.

આ પણ વાંચો : જય ભાનુશાળી : જાણો કેવી છે સ્ટાર ગુજરાતી એન્કરની લવ લાઈફ

જણાવીએ કે નરેન્દ્ર મોદી બાયોપિક રિલીઝ થવા તૈયાર છે પણ ફિલ્મ રિલીઝની તારીખ હજી પણ સંશયાત્મક જ છે. ફિલ્મ પર ચૂંટણી પ્રચારનો આરોપ છે અને વિપક્ષ દ્વારા ફિલ્મ રિલીઝ અટકાવવાનો પૂરો પ્રયત્ન થઇ રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK