Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્સાઇડ એજ 2 પહેલી સીઝન કરતાં ઘણી આગળ છે : વિવેક

ઇન્સાઇડ એજ 2 પહેલી સીઝન કરતાં ઘણી આગળ છે : વિવેક

09 December, 2019 10:54 AM IST | Mumbai

ઇન્સાઇડ એજ 2 પહેલી સીઝન કરતાં ઘણી આગળ છે : વિવેક

વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉય


‘ઇન્સાઇડ એજ 2’માં વિક્રાંત ધવનનું પાત્ર ભજવનાર વિવેક ઑબેરૉયનું માનવું છે કે આ સીઝન પહેલી સીઝન કરતાં પણ આગળ છે. આ વેબ-સિરીઝ ૬ ડિસેમ્બરે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી છે. આ વેબ-સિરીઝમાં ટી-૨૦ ક્રિકેટ અને એમાં આવનાર ઉતાર-ચડાવ વિશે દેખાડવામાં આવ્યું છે. વિવેકની સાથે આ વેબ-સિરીઝમાં રિચા ચઢ્ઢા, સયાની ગુપ્તા અને સિદ્ધાંત ચતુર્વેદી જોવા મળી રહ્યાં છે. વિવેકનું કહેવું છે કે આ વેબ-સિરીઝને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ સીઝન વિશે વિવેકે કહ્યું હતું કે ‘લોકોએ આખી સીઝનના તમામ એપિસોડ એકસાથે જોયા હતા. હવે તેમને બીજી સીઝન પણ ખૂબ પસંદ પડી રહી છે. લોકોનો રિસ્પૉન્સ દેખાડે છે કે બીજી સીઝન પહેલાં કરતાં પણ ઘણી આગળ છે. પહેલી સીઝન જ્યારે પૂરી થઈ ત્યારે કોઈ એ નહોતું જાણતું કે મેં ભજવેલા વિક્રાંત ધવનનું શું થશે, પરંતુ તે આ બીજી સીઝનમાં ઘાયલ સિંહની જેમ પોતાનું સામ્રાજ્ય પાછું મેળવવા અને બદલો લેવા માટે પાછો ફર્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2019 10:54 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK