વેલેન્ટાઈન્સ ડે પર પત્ની સાથે માસ્ક વગર નજર આવ્યા વિવેક ઑબેરોય, FIR નોંધાઈ

Published: 20th February, 2021 15:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે ફિલ્મ અભિનેતા વિવેક ઑબેરોયનો એક વીડિયો વાઈરલ થયો હતો. તેમ જ પોતાની પ્રિયંકા અલ્વા ઑબેરોય સાથે મુંબઈના રસ્તાઓ પર રાત્રે માસ્ક પહેર્યા વિના બાઈક ચલાવતા નજર આવ્યા હતા. હવે તેમના વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

વિવેક ઑબેરોય - (તસવીર સૌજન્ય - મિડ-ડે)
વિવેક ઑબેરોય - (તસવીર સૌજન્ય - મિડ-ડે)

વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે ફિલ્મ અભિનેતા વિવેક ઑબેરોયનો એક વીડિયો વાઈરલ થયો હતો. તેમ જ પોતાની પ્રિયંકા અલ્વા ઑબેરોય સાથે મુંબઈના રસ્તાઓ પર રાત્રે માસ્ક પહેર્યા વિના બાઈક ચલાવતા નજર આવ્યા હતા. હવે તેમના વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સાથે જ હેલમેટ નહીં પહેરવાને કારણે 500 રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો છે.

એફઆઈઆર વિવેક ઑબેરોય દ્વારા માસ્ક ન પહેરવા બદ્દલ નોંધવામાં આવી હતી. હકીકતમાં મુંબઈમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. એવામાં સત્તાધિકારીઓએ આ વાતના નિર્દેશો આપ્યા છે, જે પણ માસ્ક લગાવવાના નિયમોનું પાલન નહીં કરે તેની સામે પગલાં લેવામાં આવશે. હવે જૂહુ પોલીસ સ્ટેશનમાં વિવેક ઑબેરોય વિરૂદ્ધ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

હકીકતમાં વિવેક ઑબેરોયે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો હતો. એમાં તેમણે નવી બાઈક પર હેલમેટ વગર અને માસ્ક વગર ચલાવતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે તેની પત્ની પણ નજર આવી હતી. એફઆઈઆર આઈપીસીની કલમ 188 અને 269 હેઠળ નોંધવામાં આવી છે. આ સિવાય તેમના પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કલમ હેઠળ તેમને 6 મહિનાની જેલ અથવા પેનલ્ટી બન્ને થઈ શકે છે. હાલમાં જ તેમણે એક નવી પહેલા શરૂ કરી છે. એમાં તેઓ ગરીબના બાળકોની મદદ કરશે. એના માટે તેમણે 16 કરોડ રૂપિયાની સ્કૉલરશિપ આપવાનો નિર્ણય લીધો છે. એમાં તે બાળકોને IIT અને NEETની તૈયારી કરાવશે.

વિવેક ઑબેરોય ફિલ્મ અભિનેતા છે અને તેમણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમની ભૂમિકાઓ ઘણી પસંદ કરવામાં આવ છે. વિવેક ઑબેરોય ટૂંક સમયમાં ફિલ્મ રૂસ્તમમાં નજર આવશે. આ સિવાય તેમણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. તેમની ફિલ્મથી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીનું ડેબ્યૂ પણ થવાનું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK