Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કામ પર પાછા ફરવાની ખુશી છે વિવેક ઑબેરૉયને

કામ પર પાછા ફરવાની ખુશી છે વિવેક ઑબેરૉયને

27 September, 2020 03:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કામ પર પાછા ફરવાની ખુશી છે વિવેક ઑબેરૉયને

વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉય


વિવેક ઑબેરૉયે ‘રોઝી : ધ સૅફ્રન ચૅપ્ટર’ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાની સાથે જ તે એમાં ઍક્ટિંગ પણ કરવાનો છે. આ ફિલ્મ દ્વારા શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ ઍક્ટિંગમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ ગુડગાંવની સત્ય ઘટના પર આધારિત છે. દેશમાં વધી રહેલા કોરોનાના કેરની વચ્ચે સેટ પર કેવા પ્રકારની સલામતીનું ધ્યાન રાખવામાં આવે છે એનો એક વિડિયો વિવેકે શૅર કર્યો છે. એ વિડિયોમાં દેખાડવામાં આવે છે કે તે કારમાંથી ઊતરીને સ્ટુડિયોમાં જાય છે. બાદમાં તે મેકઅપ રૂમમાં જાય છે જ્યાં તેની હેરસ્ટાઇલ અને મેકઅપ કરવામાં આવે છે. તેની આસપાસના લોકોએ માસ્ક પહેરી રાખ્યો છે. બે મિનિટના એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિવેકે કૅપ્શન આપી હતી કે ‘ફોટોશૂટ કરી રહ્યો છું ‘રોઝી : ધ સૅફ્રન ચૅપ્ટર’ માટે. કામ પર પાછા ફરવું પહેલાં કરતાં હાલમાં વધુ સ્પેશ્યલ લાગી રહ્યું છે. કોરોનાના કાળ દરમ્યાન સેટ પર મારો આ ન્યુ નૉર્મલનો પહેલો અનુભવ છે. બાંદરાના મેહબૂબ સ્ટુડિયોમાં ‘રોઝી : ધ સૅફ્રન ચૅપ્ટર’નું ફોટોશૂટ કરી રહ્યો છું. ઘણા સમય બાદ આ ગ્રેટ અનુભવ લેવા મળ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2020 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK