એક શૉટ આપવા વિવેકે આપ્યા અધધધ ૩૦ રીટેક

Published: 1st August, 2012 05:43 IST

વિવેક ઑબેરૉય હાલમાં ‘જયંતાભાઈ કી લવસ્ટોરી’ નામની અન્ડરવલ્ર્ડ પરની ફિલ્મમાં નેહા શર્મા સાથે કામ કરી રહ્યો છે.

vivek-ritackહાલમાં આ ફિલ્મના એક સાવ સાદા શૉટને સારી રીતે ન્યાય આપવા માટે વિવેકે બે કલાક સુધી મહેનત કરીને ૩૦ રીટેક આપવા પડ્યા હતા. આ શૉટમાં એટલીબધી વાર લાગતી હતી કે બે શૉટ વચ્ચેના સમયગાળામાં તેણે એક ઝોકું પણ ખાઈ લીધું હતું. હકીકતમાં વિવેક એકસાથે ત્રણ ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો હોવાને કારણે તે બહુ થાકી ગયો હતો જેના કારણે સરળતાથી આ શૉટ નહોતો આપી શક્યો.

 

આ મુદ્દે વાત કરતાં ફિલ્મના પ્રોડ્યુસર કુમાર તૌરાણી કહે છે, ‘આમ તો આ સીન સાવ સામાન્ય હતો જેમાં વિવેકે અલાર્મનો અવાજ સાંભળીને ખાટલા પરથી ઊભું થવાનું હતું, પણ કોઈ કારણસર વિવેકના ચહેરા પર એના માટેના યોગ્ય ભાવ જ નહોતા આવી રહ્યા. હકીકતમાં તેને ખાટલા પર ફાવતું નહોતું. આખરે જ્યારે તે બે શૉટ વચ્ચે સૂઈ ગયો ત્યારે અમે તેને જાણ કર્યા વગર ઊઠતાંવેંત તરત જ શૉટ લઈ લીધો જે એકદમ પર્ફેક્ટ હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK