સલમાન ર‌શ્દીની નૉવેલના રાઇટ્સ માટે ૭ આંકડામાં પેમેન્ટ થયું

Updated: Jan 23, 2020, 16:09 IST | મુંબઈ

૭ આંકડામાં એટલે કે કરોડો રૂપિયામાં ચૂકવાયેલી આ રૉયલ્ટી પછી વિશાલ ભારદ્વાજ ૧૦ એપિસોડમાં આ નૉવેલ રજૂ કરશે.

સલમાન ર‌શ્દીની નૉવેલના રાઇટ્સ માટે ૭ આંકડામાં પેમેન્ટ થયું
સલમાન ર‌શ્દીની નૉવેલના રાઇટ્સ માટે ૭ આંકડામાં પેમેન્ટ થયું

ખ્યાતનામ રાઇટર સલમાન રશ્દીની પૉપ્યુલર નૉવેલ ‘મિડનાઇટ’સ ચિલ્ડ્રન’ પર હવે વિશાલ ભારદ્વાજ નેટફ્લિક્સ માટે વેબ-સિરીઝ બનાવશે. આ નૉવેલના રાઇટ્સ માટે અત્યાર સુધીમાં ઇન્ડિયન હિસ્ટરીની સૌથી હાઇએસ્ટ રૉયલ્ટી ચૂકવવામાં આવી છે. ૭ આંકડામાં એટલે કે કરોડો રૂપિયામાં ચૂકવાયેલી આ રૉયલ્ટી પછી વિશાલ ભારદ્વાજ ૧૦ એપિસોડમાં આ નૉવેલ રજૂ કરશે.
‘મિડનાઇટ’સ ચિલ્ડ્રન’માં સલીમની વાત કહેવામાં આવી છે. સલીમનો જન્મ આઝાદીની રાતે એટલે કે ૧૪ ઑગસ્ટે રાતે ૧૨ વાગ્યે થયો હતો. સલીમને જન્મથી જ કેટલીક ચમત્કારિક શક્ત‌િ મળે છે, જેના આધારે તેનું જીવન આગળ વધે છે. મુંબઈથી શરૂ થયેલી તેની જર્ની કાશ્મીર અને છેક આગરા સુધી પહોંચે છે અને ઇન્દિરા ગાંધીની ઇમર્જન્સી સામે સલીમ લડત પણ આપે છે, પરંતુ તેને મળેલી ચમત્કારિક શક્તિ તેને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે છે. વિશાલની ઇચ્છા સલીમના કૅરૅક્ટરમાં શાહિદ કપૂરને લેવાની છે, પણ સિરિયલમાં સલીમની ઉંમરના જે અલગ-અલગ તબક્કા આવે છે એ તબક્કા કેવી રીતે શ‌ાહિદ પર દેખાડવા એ હજી નક્કી નહીં થયું હોવાથી વિશાલ ભારદ્વાજ આના વિશે વધારે વાત કરવા રાજી નથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK