વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરીનાં ફેક ફોટો સોશ્યલ મીડિયામાં ખાસ્સા વાઇરલ થઈ રહ્યા છે. એમાંનો જ એક ફોટો આ પણ છે. જેમાં અનુષ્કા તેની દીકરીને વ્હાલ કરી રહી છે. સોમવારે બપોરે અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો છે. તેમની નવજાત દીકરીની પ્રાઇવસીને જાળવી રાખવા માટે આ બન્ને ખૂબ કાળજી રાખી રહ્યા છે. અનુષ્કા હજી સુધી હૉસ્પિટલમાં એડમિટ છે. હૉસ્પિટલની સુરક્ષા પણ વધારવામાં આવી છે. જ્યારથી તેમણે સોશ્યલ મીડિયા પર જાહેર કર્યું હતું કે અનુષ્કા અને વિરાટ જલ્દી જ પેરન્ટ્સ બનવાનાં છે તો તેમનાં ફેન્સની ખુશી ક્યાંય સમાતી નહોતી. સૌ કોઈ તેમનાં બાળકનાં આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. દીકરીનો જન્મ થતાં જ તેમનાં ફેમિલી મેમ્બર્સે સોશ્યલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. બાદમાં વિરાટે પણ દીકરીનાં જન્મની ખુશી ટ્વિટર પર વ્યક્ત કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે મા-દીકરી બન્નેની તબિયત સ્વસ્થ છે. આ સિવાય તેણે લોકોને પણ વિનંતી કરી હતી કે તેમની પ્રાઇવસીનો પણ ખ્યાલ રાખવામાં આવે. વિરુષ્કાનાં ઘરે પારણું બંધાતા તેમનાં ફેન્સ ખૂબ ખુશ છે. એથી તેમનો આભાર માનતાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કહ્યું હતું કે ‘પેરન્ટ્સ તરીકે અમે સૌને વિનંતી કરવા માગીએ છીએ કે અમે બાળકની પ્રાઇવસી જાળવી રાખવા માગીએ છીએ. એથી અમને તમારી મદદ અને સપોર્ટની જરૂર છે. સાથે અમે હંમેશાં એ વાતની પણ ખાતરી રાખીશું કે તમને અમારા સંદર્ભે જે પણ કન્ટેન્ટ જોઈએ છે એ મળી રહે. જોકે અમારી વિનંતી છે કે એવા કોઇપણ કન્ટેન્ટને આગળ નહીં લઈ જતાં જેમાં અમારુ બાળક હોય. આશા છે કે તમે અમારી લાગણી સમજી શકશો. એ બદલ તમારો આભાર.’
વિરાટ અને અનુષ્કાની દીકરીનું અમૂલે અનોખા અંદાજમાં કર્યું સ્વાગત
13th January, 2021 16:11 ISTમા બનતા પહેલા અનુષ્કાએ મૂકી હતી આ શરત, હવે કોહલીના જીવનમાં થશે આ ફેરફાર
13th January, 2021 13:37 ISTવિરાટને ત્રણ પુત્રીના પપ્પા વૉર્નરની અનોખી સ્ટાઇલમાં શુભેચ્છા...
13th January, 2021 09:09 ISTરૅન્કિંગ્સમાં સ્મિથે વિરાટને પછાડ્યો, પુજારાને ફાયદો
13th January, 2021 09:09 IST