હાર બાદ માન્ચેસ્ટરમાં એકસાથે દેખાયા Anushka-Virat, ચહેરા પર હતી ઉદાસી

Published: 12th July, 2019 14:55 IST

ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ કપ 2019નો પ્રવાસ હવે પૂરો થયો છે. જેના બાદ ટીમના પ્લેયર્સ અને ફૅન્સમાં ઘણી ઉદાસી છવાઈ છે.

વિરૂષ્કા
વિરૂષ્કા

ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ કપ 2019નો પ્રવાસ હવે પૂરો થયો છે. જેના બાદ ટીમના પ્લેયર્સ અને ફૅન્સમાં ઘણી ઉદાસી છવાઈ છે. આ ઉદાસી ટીમ ઈન્ડિયાના કેપ્ટેન વિરાટ કોહલી અને એમની પત્ની અનુષ્કા શર્માના ચહેરા પર પણ સ્પષ્ટ નજર આવી રહી છે. માન્ચેસ્ટરથી આવેલી વિરાટ અને અનુષ્કાની નવી તસવીર આ વાતનો સબૂત છે.

માન્ચેસ્ટરની હોટલથી બહાર નીકળતા અનુષ્કા અને વિરાટની એક તસવીર સામે આવી છે જેમાં બન્ને ઘણા ઉદાસ નજર આવી રહ્યા છે. વિરાટે બ્લૂ એન્ડ રેડ કલરની જાકેટ પહેરી છે અને અનુષ્કાએ બ્લેક કલરની ડ્રેસ. ફોટોમાં બન્ને ઘણા ચૂપ-ચાપ નજર આવી રહ્યા છે.

virushka-01

આમ તો અનુષ્કા છેલ્લા થોડા સમયથી પતિ વિરાટ અને ટીમને સપોર્ટ કરવા ઈંગ્લેન્ડ પહોંચી હતી. રમત દરમિયાન પણ એ પેવેલિયનમાં જોવા મળી હતી. માન્ચેસ્ટરથી બન્નેની તસવીરો પણ સામે આવી હતી, જેમાં તે મસ્તી કરતા નજર આવી રહ્યા હતા. તે દરમિયાન એમણે પોતાના ફૅન્સ સાથે પણ ફોટો ક્લિક કરાવી હતી.

તમને જણાવી દઈએ કે બુધવારે માન્ચેસ્ટરમાં ન્યુ ઝીલેન્ડ સામે રમવામાં આવેલી મૅચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુ ઝીલેન્ડે બારતને 18 રનથી હરાવ્યું હતું. આ હાર બાદ કેટલાક લોકોએ ઉદાસી વ્યક્ત કરી હતી તો કેટલાકે ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ જુઓ : ડેઈઝી શાહઃ પોતાની અદાઓથી ચાહકોને ગાંડા-ઘેલા કરી દે છે આ ગુજરાતી છોરી

ઉત્સાહ વધારવવા માટે બૉલીવુડ સેલેબ્સ પણ સામેલ હતા. સુનિલ શેટ્ટી, વરૂણ ધવન, કિરણ ખેર સહિત કેટલાક સ્ટાર્સે ટીમને પોતાની ફેવરિટ ટીમ જણાવતા એમનો ઉત્સાહ વધાર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK