ઇશ્ક મેં મરજાવાંના ACP વિરાટ રાયચંદની વેબ-વર્લ્ડમાં એન્ટ્રી

Published: Nov 14, 2019, 10:34 IST | Mumbai

ઇશ્ક મેં મરજાવાંના ACP વિરાટ રાયચંદની વેબ-વર્લ્ડમાં એન્ટ્રી થઈ છે. ઓટીટી પ્લૅટફૉર્મ ‘ઉલ્લુ’ના આગામી પ્રોજેક્ટ ‘કસક’માં રેપ વિક્ટિમના બૉયફ્રેન્ડના પાત્રમાં જોવા મળશે.

વિનીત રૈના
વિનીત રૈના

વૈદેહી, મર્યાદા, ફિયર ફાઇલ્સ, ઉડાન, કાલા ટીકા સહિતની સિરિયલોમાં નાનામોટા રોલ કરનાર અને થોડા સમય પહેલાં કલર્સ ચૅનલ પર પૂરી થયેલી ‘ઇશ્ક મેં મરજાવાં’માં અનુક્રમે ઇન્સપેક્ટર લક્ષ્ય પ્રધાન, એસીપી વિરાટ રાયચંદ અને મલિક તરીકે દેખાનાર અભિનેતા વિનીત રૈના હવે
વેબ-વર્લ્ડમાં ડેબ્યુ કરવા જઈ
રહ્યો છે.
ઑનલાઇન ઓટીટી પ્લૅટફૉર્મ ‘ઉલ્લુ’ના આગામી પ્રોજેક્ટ ‘કસક’માં વિનીત એક એવી છોકરીના બૉયફ્રેન્ડનું પાત્ર ભજવશે જેના સાથે બળાત્કાર થયો છે અને તે હવે કોમામાં છે. વિનીત રૈના સાથે તે પીડિત છોકરીના પાત્રમાં ‘હેટ સ્ટોરી ૪’ ફિલ્મમાં દેખાયેલી અભિનેત્રી ઈહાના ઢિલ્લન જોવા મળશે. વિનીત રૈનાનું ઑનસ્ક્રીન બૉયફ્રેન્ડનું પાત્ર સિરીઝની વાર્તા મુજબ નેગેટિવ રહે છે કે પૉઝિટિવ એ જોવું રસપ્રદ રહેશે. ઉલ્લુ પર આવનારી ‘કસક’નું ડિરેક્શન દીપક પાંડે સંભાળશે.

Loading...

Tags

tv show
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK