આ ટેલેન્ટેડ અભિનેતાએ ગુપચુપ કરી લીધી સગાઈ, દીપિકા સાથે કરી રહ્યો છે ફિલ્મ

Published: Dec 03, 2019, 15:41 IST | Mumbai

મિર્ઝાપુર ફેમ અભિનેતા વિક્રાંત મેસીએ ગર્લફ્રેન્ડ સાથે ગુપચુપ સગાઈ કરી લીધી છે. તેઓ દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ છપાકમાં નજર આવવાના છે.

વિક્રાંત અને શીતલ
વિક્રાંત અને શીતલ

ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે નજર આવેલા વિક્રાન્ત મેસીએ કેટલાક દિવસ પહેલા પોતાની ગર્લફ્રેન્ડ અને અલ્ટ બાલાજીની વેબ સીરીઝ બ્રોકન બટ બ્યૂટીફુલની કો-એક્ટર સાથે સગાઈ કરી લીધી છે. તેમણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાની સગાઈની ખબરોનો સ્વીકાર કર્યો છે. જો કે લગ્ન પર તેણે મૌન સાધ્યું છે.

હાલમાં જ કોઈમોઈને આપેલા એક ઈંટરવ્યૂમાં જ્યારે એક્ટર વિક્રાંત મેસીને તેમના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મને લાગે છે કે હું યોગ્ય સમયે આ વિશે વાત કરીશ, પરંતુ અમે એક નાનકડી પ્રાઈવેટ સેરેમના રાખી હતી, હું મારા લગ્ન અને બાકીની બધી વાતો યોગ્ય સમયે વાત કરીશ.

તમને જણાવી દઈએ કે વિક્રાંત અને તેની થનારી પત્ની શીતલ ઠાકુરે અલ્ટ બાલાજીની વેબ સીરિઝ બ્રોકન બટ બ્યૂટીફુલની પહેલી સીઝનમાં સાથે કામ કર્યું હતું. જે બાદ બંને સતત એકબીજા સાથેની તસવીરો શેર કરતા રહે છે. એપ્રિલમાં વિક્રાંતના જન્મદિવસના મોકા પર શીતલે તેની સાથેની એક તસવીર શેર કરતા ખાસ મેસેજ પણ લખ્યો હતો.

 
 
 
View this post on Instagram

#majormissing♥️

A post shared by Sheetal Thakur (@sheetalthakur) onOct 10, 2019 at 5:19am PDT


વિક્રાંત મેસીએ પોતાનું એક્ટિંગ ડેબ્યૂ ટીવી ડ્રામા શોથી કર્યું હતું. વિક્રાંતે કલર્સ ચેનલના જાણીતા ડ્રામા શો બાલિકા વધૂથી પોતાના એક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. જે બાદ ધર્મવીર, બાબા ઐસો વર ઢૂંઢો જેવા શો પણ કર્યા છે.

બોલીવુડ ડેબ્યૂની વાત કરીએ તો વિક્રાંતે સોનાક્ષી અને રણવીર સિંહની સ્ટારર ફિલ્મ લૂટેરાથી વર્ષ 2013માં પોતાનું બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું. જે બાદ હાફ ગર્લફ્રેન્ડ અને દિલ ધડકને દો જેવી હિટ ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે. તેઓ નેટફ્લિક્સની વેબ સીરિઝમાં પણ નજર આવ્યા હતા.

આ પણ જુઓઃ આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

વર્કફ્રન્ટની વાત કરીએ તો વિક્રાંત જલ્દી જ દીપિકાની સાથે મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં લીડ રોલ નિભાવતી નજર આવશે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલ પર બનાવવામાં આવી છે તે જે 10 જાન્યુઆરી 2020ના દિવસે રીલિઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK