Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આપણી પ્રાઇવસી પર ખતરો છે : વિક્રમ ભટ્ટ

આપણી પ્રાઇવસી પર ખતરો છે : વિક્રમ ભટ્ટ

21 January, 2020 12:44 PM IST | Mumbai

આપણી પ્રાઇવસી પર ખતરો છે : વિક્રમ ભટ્ટ

વિક્રમ ભટ્ટ

વિક્રમ ભટ્ટ


હૉરર-ડ્રામા ‘હૅક’ બનાવનાર વિક્રમ ભટ્ટનું માનવુ છે કે આપણી પ્રાઇવસી પર જોખમ તોળાઇ રહ્યું છે. હિના ખાનની સાથે આ શોમાં રોહન શાહ અને મોહિત મલ્હોત્રા પણ જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મને ઝી સ્ટૂડિયોઝ દ્વારા પ્રેઝેન્ટ કરવામાં આવેલી ‘હૅક’ને સાત ફેર્બુરઆરીએ રિલીઝ કરવામાં આવશે. સોશ્યલ મીડિયા અને ડિજિટલ વર્લ્ડની અંધારી આલમ પર આ ફિલ્મ દ્વારા પ્રકાશ પાડવામાં આવશે. એ વિશે વધુ જણાવતાં વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘મેં હૉરર અને પૅરાનોર્મલ વિશે ફિલ્મો બનાવી છે. જોકે આ વખતે મેં એવા વિષય પર પસંદગી ઉતારી છે જે ખરા અર્થમાં ભયાવહ છે અને રોજબરોજનાં જીવનની વાસ્તવિકતાને દેખાડશે. સોશ્યલ મીડિયાનાં સમયમાં કોઈ પણ વ્યક્તિ હૅક થઈ શકે છે. જોકે આ બાબતથી લોકો અજાણ છે. થોડી જ મિનિટોમાં એક હોંશિયાર હૅકર આપણી લાઇફને બરબાદ કરી શકે છે. વિવિધ માધ્યમો દ્વારા આપણે હૅક થઈએ છીએ. વર્તમાન સમયમાં આપણે સૌ કોઈ સજાગ બનીએ એ ખૂબ અગત્યનું છે. આપણી પ્રાઇવસી ખૂબ નાજૂક છે અને એનાં પર જોખમ તોળાઇ રહ્યું છે.’'

આ પણ વાંચો : શાહરુખ તેનાં બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે?



ફિલ્મ વિશે જણાવતાં વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘ટૅક્નોલોજીનું જે હૉરર છે એના પર ‘હૅક’ આધારિત છે. આ શોમાં દર્શાવવામાં આવશે કે ટૅક્નોલોજીનાં પૂરા જ્ઞાન અને નફરતથી ભરેલુ હાર્ટ કોઈને પણ બરબાદ કરવા માટે પૂરતુ છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2020 12:44 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK