Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > નેટફ્લિક્સની ડાર્ક કૉમેડી સિરીઝના લીડ રોલમાં વિજય રાઝ

નેટફ્લિક્સની ડાર્ક કૉમેડી સિરીઝના લીડ રોલમાં વિજય રાઝ

25 June, 2020 10:01 PM IST | Mumbai
Nirali Dave

નેટફ્લિક્સની ડાર્ક કૉમેડી સિરીઝના લીડ રોલમાં વિજય રાઝ

નેટફ્લિક્સની ડાર્ક કૉમેડી સિરીઝના લીડ રોલમાં વિજય રાઝ


ડિજિટલ-દુનિયામાં ક્વૉલિટી સિનેમા અને ક્વૉલિટી ઍક્ટિંગ જોનારને જલસો પડી રહ્યો છે. ફિલ્મોની જેમ સ્ટાર મટીરિયલ નહીં પણ સક્ષમ કલાકારો અહીં લીડ રોલમાં આવી રહ્યા છે. થોડા સમય પહેલાં ‘ઍરલિફ્ટ’ ફેમ ડિરેક્ટર રાજા ક્રિષ્ના મેનને નેટફ્લિક્સ માટે એક ડાર્ક-કૉમેડી સિરીઝની જાહેરાત કરી હતી જેમાં હવે લીડ અભિનેતા તરીકે વિજય રાઝની પસંદગી કરવામાં આવી છે. વિજય રાઝે ‘મૉન્સૂન વેડિંગ’, ‘રન’, ‘દેહલી બેલી’, ‘ધમાલ’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો છે. રાજા ક્રિષ્ના મેનને ૨૦૦૯માં ‘બારહ આના’ ફિલ્મ બનાવી હતી જેમાં વિજય રાઝ મહત્ત્વના રોલમાં હતો અને હવે નેટફ્લિક્સની સિરીઝમાં બન્ને બીજી વખત સાથે કામ કરશે.

આ સિરીઝ દેશના ગૉડમૅન કલ્ચર અને અંધશ્રદ્ધા પર કટાક્ષ છે જે ભારતીયોને ઢોંગી સાધુબાવાને પૂજવા પર સવાલ ઉઠાવવા મજબૂર કરશે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર વિજય રાઝ રસપ્રદ પ્રોજેક્ટ કરી રહ્યા છે. નેટફ્લિક્સની ‘ચૉપસ્ટિક્સ’, ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ‘મેઇડ ઇન હેવન’ અને તાજેતરમાં રિલીઝ થયેલી ‘ગુલાબો સિતાબો’ બાદ હવે વિજય રાઝના ચાહકો રાજા મેનનની ડાર્ક કૉમેડી સિરીઝની રાહ જોઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2020 10:01 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK