Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દર્શકો હંમેશાંથી મેકર્સ કરતાં વધુ સ્માર્ટ રહ્યા છે : વરુણ ધવન

દર્શકો હંમેશાંથી મેકર્સ કરતાં વધુ સ્માર્ટ રહ્યા છે : વરુણ ધવન

20 January, 2020 11:57 AM IST | Mumbai Desk

દર્શકો હંમેશાંથી મેકર્સ કરતાં વધુ સ્માર્ટ રહ્યા છે : વરુણ ધવન

દર્શકો હંમેશાંથી મેકર્સ કરતાં વધુ સ્માર્ટ રહ્યા છે : વરુણ ધવન


વરુણ ધવનનું માનવું છે કે દર્શકો હંમેશાંથી મેકર્સ કરતાં સ્માર્ટ રહ્યા છે. વરુણ ધવન તેના ડૅડી સાથે ‘કૂલી નંબર 1’માં કામ કરી રહ્યો છે. સાથે જ શ્રદ્ધા કપૂર સાથેની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મોની પસંદગી ખૂબ સાવચેતીથી કરે છે એ વિશે જણાવતાં વરુણે કહ્યું હતું કે ‘દર્શકો હંમેશાંથી મેકર્સ કરતાં સ્માર્ટ રહ્યા છે. મારા ડૅડીના સમય વખતે પણ તેઓ જ્યારે ફિલ્મ બનાવતા તો ખૂબ કાળજીપૂર્વક બનાવતા હતા. જોકે હવે અમને પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે. ફિલ્મોની પસંદગી કરતી વખતે અમારે હંમેશાંથી કાળજી રાખવાની રહેશે. આજે દર્શકો પાસે ઘણા બધા પર્યાય છે. તેમની પાસે ટેલિવિઝન, ડિજિટલ પ્લૅટફૉર્મ અને ઇન્ટરનૅશનલ ફિલ્મો જોવા માટે છે. એથી તમારી સામે ખૂબ સ્પર્ધા છે. એથી યોગ્ય પસંદગી જરૂરી છે.’

હું જનતાનો ઍક્ટર છું. હું લોકો માટે કામ કરું છું, હું ચાહું છું કે મારી ફિલ્મો લોકોને પસંદ પડે. એવું જરા પણ નથી કે હું ફિલ્મોમાં કામ કરું અને લોકોને એ ન ગમે. લોકોને મારી ફિલ્મો પસંદ પડે એ ખૂબ અગત્યનું છે. સાથે જ બૉક્સ-ઑફિસ પર પણ એ દેખાય. આ જ કારણ છે કે હું અલગ પ્રકારની ફિલ્મો કરવા માગુ છું. એક ઍક્ટર તરીકે મારું પૅશન રહ્યું છે કે હું એવી ફિલ્મો કરું કે જેમાં રોલ ગ્રેટ હોય, હું એમાં ઓતપ્રોત થઈ જાઉં અને સાથે જ એમાં ઍક્ટિંગ કરવાની પણ મજા પડે. ઍક્ટર તરીકેનો અનુભવ ખૂબ જ અદ્ભુત છે. - વરુણ ધવન


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2020 11:57 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK