થર્ડ આઇ ટ્રેઇનિંગ લેતો વિદ્યુત જામવાલ

Published: 4th December, 2020 18:32 IST | Harsh Desai | Mumbai

‘10 પીપલ યુ ડોન્ટ વૉન્ટ ટુ મેસ વિથ’માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને મેન વર્સસ વાઇલ્ડ માટે જાણીતા બેઅર ગ્રિલ્સની સાથે વિદ્યુત જામવાલનું નામ પણ એમાં જોડાયું છે.

થર્ડ આઇ ટ્રેઇનિંગ લેતો વિદ્યુત જામવાલ
થર્ડ આઇ ટ્રેઇનિંગ લેતો વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલ હાલમાં થર્ડ આઇ ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. તે માર્શલ આર્ટ્સમાં એકદમ માહેર છે. તેમ જ કલારિપયટ્ટુની તે છેલ્લાં ઘણાં વર્ષોથી ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર અને યુટ્યુબ પર તેના નવા–નવા એક્સપરિમેન્ટ્સના વિડિયો ખૂબ જ વાઇરલ થાય છે. ‘10 પીપલ યુ ડોન્ટ વૉન્ટ ટુ મેસ વિથ’માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને મેન વર્સસ વાઇલ્ડ માટે જાણીતા બેઅર ગ્રિલ્સની સાથે વિદ્યુત જામવાલનું નામ પણ એમાં જોડાયું છે. તે ઇન્ડિયાની એકમાત્ર એવી વ્યક્તિ છે જેનું નામ અત્યાર સુધી આ લિસ્ટમાં જોડાયું છે. તેણે હાલમાં જ યુટ્યુબ પર એક વિડિયો રિલીઝ કર્યો છે જેમાં તે કલારિપયટ્ટુની જે ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યો છે એ તેણે આજ પહેલાં ક્યારેય નહોતી કરી. આ વિડિયોની શરૂઆતમાં વિદ્યુત તેની આંખ પર પીગળેલી મીણબત્તી નાખે છે અને ત્યાર બાદ તે આંખ પર પટ્ટી બાંધી દે છે. ત્યાર બાદ તે તલવાર અને ઢાલની મદદથી શાકભાજી કાપતો જોવા મળી રહ્યો છે. આ વિશે વિદ્યુતે કહ્યું હતું કે ‘કોઈ પણ વ્યક્તિનો વિકાસ એ એક સતત પ્રક્રિયા છે અને દરેકે સમયની સાથે એના પર ધ્યાન આપતાં રહેવું જોઈએ. કલારિપયટ્ટુનું કહેવું છે કે તમારું દિમાગ કામ ન આપતું હોય તો તમારી આંખ બેકાર છે. આ કામમાં સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. હું ઘણા સમયથી આની ટ્રેઇનિંગ લઈ રહ્યો છું અને મારું સપનું છે કે હું એમાં સફળ થાઉં. સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપનાર દરેક વ્યક્તિ સાથે આ વિડિયો શૅર કરવાની મને ખુશી છે, પરંતુ હું લોકોને વિનંતી કરું છું કે એને ગુરુની દેખરેખમાં કરે અને એ માટે પહેલાં જરૂરી ટ્રેઇનિંગ લે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK