Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિદ્યુત જામવાલને તેના મૅનેજરે ગિફ્ટ કરી સ્પોર્ટ્‌સ બાઇક

વિદ્યુત જામવાલને તેના મૅનેજરે ગિફ્ટ કરી સ્પોર્ટ્‌સ બાઇક

27 February, 2020 03:01 PM IST |

વિદ્યુત જામવાલને તેના મૅનેજરે ગિફ્ટ કરી સ્પોર્ટ્‌સ બાઇક

વિદ્યુત જામવાલને તેના મૅનેજરે  ગિફ્ટ કરી સ્પોર્ટ્‌સ બાઇક


વિદ્યુત અને તેનો મૅનેજર અબ્બાસ સૈયદ છેલ્લાં ઘણાં વર્ષથી સાથે કામ કરી રહ્યા છે. વિદ્યુત ઍક્શન સ્ટાર તરીકે જાણીતો છે, પરંતુ તે જરૂરિયાતની વસ્તુ જ તેની પાસે રાખે છે. તેને સ્પોર્ટ્‌સ બાઇક ખૂબ જ પસંદ છે અને તેમની વચ્ચેના બૉન્ડને કારણે જ મૅનેજરે તેને બાઇક ગિફ્ટ કરી છે. મોટા ભાગે સેલિબ્રિટી મૅનેજરને ગિફ્ટ કરતા હોય છે, પરંતુ અહીં ઊલટું થતાં વિદ્યુતને સરપ્રાઇઝ મળી છે. આ વિશે અબ્બાસ સૈયદે કહ્યું હતું કે ‘વિદ્યુત ખૂબ જ સેન્સિટીવ છે અને તેના કામને લઈને ખૂબ જ ડેડિકેટેડ છે. મેં ઘણા લોકો સાથે કામ કર્યું છે, પરંતુ વિદ્યુત બધામાં અલગ તરી આવે છે, કારણ કે તે હંમેશાં એક્સપેક્ટેશનની બહાર જઈને કામ કરે છે. તેનો આ જ પાવર તેની ટીમને પણ મોટિવેટ કરે છે. તે હંમેશાં તેની સફળતા અમારી સાથે સેલિબ્રેટ કરે છે, પરંતુ આ ગિફ્ટ તેને સેલિબ્રેટ કરવા માટે છે.’

આ ગિફ્ટ વિશે વિદ્યુતે કહ્યું હતું કે ‘અબ્બાસનો પ્રેમને જોઈને હું ગદ્ગદ્ થઈ ગયો છું. તે ખૂબ જ નમ્ર વ્યક્તિ છે અને મને લાઇફમાં તેના તરફથી જે પ્રેમ અને કૅર મળી રહ્યાં છે એ માટે હું નસીબદાર છું.’


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2020 03:01 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK