Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે વિદ્યુત જામવાલનું નામ પણ સામેલ

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે વિદ્યુત જામવાલનું નામ પણ સામેલ

21 July, 2020 06:11 PM IST | Mumbai Desk
Mumbai Correspondent

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે વિદ્યુત જામવાલનું નામ પણ સામેલ

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલ


વિદ્યુત જામવાલના નામે એક સિદ્ધિ નોંધાઈ છે. તેનું નામ ‘ધ રિચેસ્ટ પોર્ટલ’ની ‘10 પીપલ યુ ડોન્ટ વૉન્ટ મેસ વિથ’ના લિસ્ટમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની સાથે સામેલ થયું છે. વ્લાદિમીર પુતિન તાએ ક્વાન ડોમાં 9મા ક્રમાંકનો ડેન બ્લૅક બેલ્ટ છે. તો બીજી તરફ આ લિસ્ટમાં ‘ધ મૅન વર્સસ વાઇલ્ડ’ના હોસ્ટ બેર ગ્રિલ્સનું નામ પણ છે. તે એક વિશ્વપ્રસિદ્ધ ઍડ્વેન્ચરર છે. વિદ્યુત જામવાલનું નામ ખતરનાક યોદ્ધા તરીકે ઉમેરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં સામેલ થનાર વિદ્યુત એકમાત્ર ભારતીય અભિનેતા છે. વિદ્યુતે ૩ વર્ષની ઉંમરમાં જ કલારિપયટ્ટુની ટ્રેઇનિંગ લીધી હતી. તેને ફિટનેસ પ્રતિ હંમેશાંથી લગાવ રહ્યો છે. તેણે અત્યાર સુધી પચીસથી વધુ દેશોમાં લાઇવ ઍક્શન શોઝ કર્યા છે. હૅન્ડ ટુ હૅન્ડ કૉમ્બેટમાં તે શાનદાર છે. વિદ્યુતે હાલમાં જ યુટ્યુબ પર ‘એક્સરેડ બાય વિદ્યુત’ નામક સેગમેન્ટ શરૂ કર્યો હતો. આ શોમાં ઍક્શનની દુનિયાના લેજન્ડ્સની લાઇફ પર પ્રકાશ પાડવામાં આવે છે. વિદ્યુતનું નામ તો હજી અનેક લિસ્ટ જેવા કે ‘ટૉપ 10 આર્ટિસ્ટ ઑફ ધ વર્લ્ડ’, ‘મોસ્ટ ડિઝાયરેબલ’, ‘ફિટનેસ મૅન વિથ ધ બેસ્ટ બૉડીઝ’ અને ‘સેક્સિએસ્ટ મૅન અલાઇવ’માં સામેલ છે. સાથે જ પીટાએ તેને હૉટેસ્ટ વેજિટેરિયન સેલિબ્રિટી તરીકે પણ પસંદ કર્યો છે. ‘10 પીપલ યુ ડોન્ટ વૉન્ટ મેસ વિથ’ના લિસ્ટ પર એક નજર નાખીએ તો આ સૂચિમાં વિદ્યુત જામવાલ સાથે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન, ચીનના વૉરિયર મોન્ક શીફૂ શઈ યન મિંગ શાઓલીન, ફિટનેસ એક્સપર્ટ વિટો પિરબજારી, રિયલ લાઇફ નિન્જા ગીગા ઉગુરુ, દુનિયાના સૌથી ફેમસ નિન્જા હટ્સુ મસાકી, આઇસમૅન જેડી એન્ડરસન, ઇજિપ્તના બૉડી બિલ્ડર મુસ્તફા ઇસ્માઇલ, વિશ્વપ્રસિદ્ધ વેઇટ લિફ્ટર માર્ટિન લિચીસ અને ‘ધ મૅન વર્સસ વાઇલ્ડ’ના હોસ્ટ બેર ગ્રિલ્સનાં નામ પણ ઉમેરવામાં આવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2020 06:11 PM IST | Mumbai Desk | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK