આજથી બરાબર 148 દિવસ પછી રિલીઝ થશે વિદ્યા બાલનની 'શકુંતલા દેવી'

Updated: Dec 12, 2019, 15:51 IST | Mumbai Desk

વિદ્યાએ દર્શકોને રિલીઝ ડેટ જણાવી તો છે, પણ તેમના મગજની પૂરેપૂરી કસરત કરાવ્યા પછી.

બોલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન ટૂંક સમયમાં જ શકુંતલા દેવીની બાયોપિક 'શકુંતલા દેવી' (ShakuntalaDevi)માં દેખાવાની છે. ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી છે. વિદ્યાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપી છે, અને તે પણ ખૂબ જ રસપ્રદ રીતે. વિદ્યાએ દર્શકોને રિલીઝ ડેટ જણાવી તો છે, પણ તેમના મગજની પૂરેપૂરી કસરત કરાવ્યા પછી.

એક્ટ્રેસે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કર્યો છે જેમાં ત કહે છે કે 'શકુંતલા દેવીની રિલીઝ ડેટ ડિસાઇડ કરી લેવામાં આવી છે, ફિલ્મ આજથી બરાબર 148 દિવસ પછી રિલીઝ કરવામાં આવશે.' તેના પછી વિદ્યા દર્શકોને ફિલ્મની રિલીઝ ડેટનો અંદાજો લગાવવાની એક તક આપે છે. એક્ટ્રેસ અલગ અલગ પ્રકારની ઇમોજી બતાવે છે અને તેના હિસાબે રિલીઝ ડેટનું અનુમાન લગાવવા કહે છે. ચાહકોને બરાબર મહેનત કરાવ્યા પછી વિદ્યા જણાવે છે કે ફિલ્મ 8 મે 2020ના રિલીઝ કરવામાં આવશે. જુઓ વીડિયો.

આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

જણાવીએ કે શકુંતલા દેવી એક ગણિતજ્ઞ હતાં, તેમની પ્રતિભા જોતાં તેમને માનવ કૉમ્પ્યૂટરનું નામ આપવામાં આવ્યું છે. 1982માં તેમનું નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રિકૉર્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું. વિદ્યા બાલન તેમનું જ જીવન પડદા પર ઉતારવા જઈ રહી છે. આ પહેલા વિદ્યા અક્ષય કુમાર સાથે 'મિશવ મંગલ'માં દેખાઇ હતી. ફિલ્મે બૉક્સ ઑફિસમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. અક્ષય કુમાપ, તાપસી પન્નૂ અને વિદ્યા બાલન સ્ટારર આ ફિલ્મ સારી કમાણી કરતાં બૉક્સ ઑફિસના 200 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK