વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવીનું એમેઝૉન પ્રાઇમ પર થશે ટ્રેલર રિલીઝ

Updated: Jul 14, 2020, 23:46 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

વિદ્યા બાલનની મોસ્ટ એવેઇટેડ ફિલ્મ શકુંતલા દેવીનું એમેઝૉન પ્રાઇમ પર થશે ટ્રેલર રિલીઝ

શકુંતલા દેવીનું આવશે ટ્રેલર
શકુંતલા દેવીનું આવશે ટ્રેલર

એમેઝૉન પ્રાઇમ વીડિયો(Amazone Prime Video)એ આજે મોસ્ટ અવેઇટેડ બાયોગ્રાફિકલ 'શકુંતલા દેવી'(Shakuntala Devi)નું મોશન પોસ્ટર(Motion Poster) આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અગણિત ઉપલબ્ધિઓ, અને આકર્ષક ગણિતજ્ઞ શકુંતલા દેવીની ભૂમિકામાં વિદ્યા બાલન(Vidya Balan)આ આગામી બાયોપિકમાં તેના એક જુદાં જ અવતારમાં જોવા મળશે.

કેલ્ક્યુલેટરથી પણ વધારે ઝડપી અને હ્યૂમન-કોમ્પ્યુટરના મોશન પોસ્ટર સાથે જાહેર કરવામાં આવ્યો છે કે આ ફિલ્મનું ટ્રેલર આવતી કાલે 15-જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે. શકુંતલા દેવીને અનુ મેનન (વેટિંગ, ફોર મોર શૉટ્સ પ્લીઝ સીઝન1) દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે અને આનું નિર્માણ સોની પિક્ચર્સ નેટવર્ક્સ પ્રૉડક્શન્સ અને વિક્રમ મલ્હોત્રા (અબુંદંતિયા એન્ટરટેઇન્મેન્ટ) દ્વારા કરવામાં આવ્યું છે.

15 જુલાઇ 2020માં આ ટ્રેલર રિલીઝ થવાનું છે, તો ભારતમાં પ્રાઇમ સભ્ય અને વિશ્વના 200થી વધારે દેશો અને ક્ષેત્રમાં જનતા 31 જુલાઇથી આ મોસ્ટ અવેઇટેડ ફિલ્મ જોઇ શકે છે.

'શકુંતલા દેવી' પ્રાઇમ વીડિયો કેટલૉગમાં હોલીવુડ અને બોલીવુડના હજારો ટીવી શૉ અને ફિલ્મોમાં સામેલ થશે. આમાં ભારતીય ફિલ્મ ગુલાબો સિતાબો, પોનમગલ વંધલ અને પેંગ્વિન, ભારતીય નિર્મિત અમેઝૉન ઓરિજિનલ સીરીઝ જેમ કે બ્રીધઃ ઇન ટૂ ધ શૅડૉઝ, પાતાલ લોક, ધ ફૉરગૉટન આર્મી-આઝાદી કે લિયે, ફોર મોર શૉટ્સ પ્લીઝ સીઝન 1 અને 2, ધ ફેમિલી મેન, મિર્ઝાપુર, ઇનસાઇડ એજ સીઝન 1 અને 2, તેમજ મેડ ઇન હેવેન સામેલ છે.

આ પણ વાંચો : વિદ્યા બાલનની 'શકુંતલા દેવી:અ હ્યુમન કમ્પ્યુટર' રિલીઝ થશે ૩૧ જુલાઈએ

પ્રાઇમ મેમ્બર્સ ટૉમ ક્લૈંસીસ જેક રયાન, ધ બૉયઝ, હંટર્સ, ફ્લીબૅહ અને ધ માર્વલસ મિસિસ મૈસેલ જેવી પુરસ્કાર વિજેતા અને સમીક્ષકો દ્વારા પ્રશંસિત વૈશ્વિક એમેઝૉન પર છે. આ સર્વિસમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, તામિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી અને બંગાળીમાં ટાઇટલ સામેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK