Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિદ્યા બાલને બાળપણમાં શીખેલી ટ્રિક્સનો ઉપયોગ શકુંતલાદેવીના સેટ પર કર્યો

વિદ્યા બાલને બાળપણમાં શીખેલી ટ્રિક્સનો ઉપયોગ શકુંતલાદેવીના સેટ પર કર્યો

20 July, 2020 12:05 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિદ્યા બાલને બાળપણમાં શીખેલી ટ્રિક્સનો ઉપયોગ શકુંતલાદેવીના સેટ પર કર્યો

વિદ્યા બાલન

વિદ્યા બાલન


વિદ્યા બાલને જણાવ્યું હતું કે તે બાળપણમાં મૅથ્સ માટે જે ટ્રિક કરતી હતી એનો ઉપયોગ ‘શકુંતલાદેવી : હ્યુમન કમ્પ્યુટર’ના સેટ પર કર્યો હતો. આ ફિલ્મ મૅથેમૅટિક્સનાં જીનિયસ શકુંતલાદેવીના જીવન પર પ્રકાશ પાડશે. સાન્યા મલ્હોત્રા આ ફિલ્મમાં વિદ્યા બાલનની દીકરીના રોલમાં જોવા મળશે. 31 જુલાઈએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થનારી આ ફિલ્મને અનુ મેનને ડિરેક્ટ કરી છે. ફિલ્મના શૂટિંગ વિશે વિદ્યા બાલને કહ્યું હતું કે ‘હું જ્યારે ભણતી હતી ત્યારે ગણિત મારો ફેવરિટ વિષય હતો. હું હંમેશાં અઘરી થિયરીઝને શીખવા માટે કોઈને કોઈ માર્ગ શોધી કાઢતી હતી. મને આજે પણ યાદ છે કે મારી મમ્મી અમને ગીત ગાતાં-ગાતાં ટેબલ શીખવાડતી હતી. એથી જ્યારે હું ‘શકુંતલાદેવી’ના સેટ પર પહોંચી ત્યારે મેં ફરીથી એ મેથડને અપનાવી હતી. મેં કદી પણ નહોતું વિચાર્યું કે એ મજેદાર ટ્રિક મને મારા રોલની તૈયારી વખતે ઉપયોગમાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2020 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK