ઑનસ્ક્રીન ઉત્કટ દૃશ્યો માટે બૉલીવુડમાં ઘણો વિકાસ થયો

Published: 1st December, 2011 08:15 IST

આટલાં વષોર્માં ફિલ્મજગતમાં કઈ રીતે હૉટનેસની વ્યાખ્યામાં ફેરફારો આવ્યા એનું વિશ્લેષણ કરે છે વિદ્યાબૉલીવુડમાં સ્ત્રીઓમાં રહેલી હૉટનેસને દર્શાવવા બાબતે જે રીતે વિકાસ થયો છે એ જોઈને ઘણું આશ્ચર્ય અને સરપ્રાઇઝ પણ થાય છે. ૧૯૮૦ના દાયકા સુધી પુરુષો પાસે અમુક મૅગેઝિન્સ કે દેસી ડિટેક્ટિવ નૉવેલ્સ સિવાય તેમની ઉત્તેજનાને પૂરી કરવા માટે બીજા વિકલ્પો નહોતા. જોકે ત્યાર પછી વિડિયોનો જમાનો આવ્યો અને ઘેરબેઠાં જ જે જોઈતું હોય એ મળી રહેતું અને તમામ પ્રકારના વિકલ્પો તેમને મળી રહેતા. એક બટન દબાવવાથી તેઓ પૉર્ન માણી શકતા. આ કારણે જ બૉલીવુડના ફિલ્મમેકર્સ પાસે એ સૌથી મોટી ચૅલેન્જ હતી કે એ પ્રકારના ઑડિયન્સને સિનેમા સુધી આકર્ષવામાં આવે. આ માટે જે રસ્તો પસંદ કરવામાં આવ્યો એ પણ ઘણો નવીન હતો. લીડ ઍક્ટ્રેસને હંમેશાં પૉઝિટિવ ગણવામાં આવતી અને તેમની પાસે આ કામ કરાવવું ઘણું અયોગ્ય લાગતું હોવાથી આ પ્રકારનો રોલ કરવા તૈયાર અભિનેત્રીઓને સાઇડ રોલ આપવાનું શરૂ થયું હતું. એમાં પણ સંપૂર્ણપણે ઇફેક્ટ આપવા માટે તેનું પાત્ર લગભગ દરેક વખતે નેગેટિવ જ બતાવવામાં આવતું.

એ પછી ધીમે-ધીમે આ પ્રકારની અભિનેત્રીઓની માત્ર સેક્સ-ઑબ્જેક્ટ્સ તરીકે જ ફિલ્મોમાં હાજરી દેખાતી હતી. જોકે તેમની હરીફાઈ ઇન્ટરનૅશનલ પૉર્ન સાથે હતી, જે આસાનીથી ઉપલબ્ધ હતું. આ કારણે જ ડાન્સિંગ ગર્લ કે આઇટમગર્લને લાવવામાં આવી અને હાવભાવ તથા ડાન્સથી જ એ ફિલ્મની હાઇલાઇટ ગણી લેવામાં આવતી. અમુક સાઉથની ફિલ્મોમાં આ પ્રકારના સીન કે ડાન્સ એક રીતે આકર્ષક અને સાથે-સાથે આંચકો અપાવી દે એવા પણ હતા. સિલ્ક સ્મિતાનો આ એક સીન મેં જોયો હતો જ્યારે ઍક્ટરનો પગ તેના પેટ પર હતો અને હાથથી તેણે પોતાનું બૅલેન્સ જાળવ્યું હતું, જેની સાથે-સાથે તે ડાન્સ પણ કરતી હતી. એ સીન અદ્ભુત હતો.

આ રીતે ફિલ્મમેકર્સ પણ પોતાની ક્રીએટિવિટીના ઘણા ભાગનો માત્ર આ એક ગીત પાછળ જ ઉપયોગ કરતા. દરેક ફિલ્મમાં આવો એક ડાન્સ હોવો એ નિયમ જેવું બની ગયું હતું. તેમની આશા માત્ર એટલી જ હતી કે ફિલ્મ માટે નહીં તો એ ગીત માટે તો પ્રેક્ષકો થિયેટરમાં આવવા જ જોઈએ. મને લાગે છે કે તેમના આ પ્રયાસો ઘણા સફળ રહ્યા હતા. બૉલીવુડને જરાપણ મહત્વ ન આપનારા મારા કેટલાય પુરુષમિત્રોએ ‘કાન્તિ શાહ કે અંગૂર’ જોઈ છે એ જાણીને મને ખરેખર સરપ્રાઇઝ જ થાય છે.

મને લાગે છે કે ૧૯૯૦ના દાયકામાં લીડ ઍક્ટ્રેસને પણ સેક્સી અને હૉટ બતાવવાનું શરૂ થયું હતું. અચાનક જ હિરોઇનની એ આદર્શ અને પૉઝિટિવ ઇમેજને બદલવામાં આવી હતી. ‘ધક ધક...’, ‘ચોલી કે પીછે...’ અને ‘કાટે નહીં કટતે...’ જેવાં ગીતો આવવાનું શરૂ થઈ ગયું હતું. જો ‘કાટે નહીં કટતે...’ જોવામાં આવે તો એવું જ લાગે કે શ્રીદેવીએ કૅમેરા સામે પોતાની બધી હૉટનેસ ઠાલવી દીધી છે, પણ એ બાબતે શ્રીદેવી અને સરોજ ખાનને સલામ કરવી પડે કે ક્યારેય તેમણે એ ગીતને અશ્લીલ નહોતું બનવા દીધું. અભિનેત્રીઓને ભાવાત્મક રહેવું પસંદ હોય છે અને તેઓ એમાં કમ્ફર્ટેબલ પણ હોય છે. મને લાગે છે કે એ ગીત ખૂબ જ સારું ઉદાહરણ છે. જોકે હવે એ સમયથી બૉલીવુડમાં ઘણો વિકાસ થઈ ગયો છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK