વિદ્યા બાલને કર્યું એવું કામ, યાદ આવશે તમને હ્રિષિકેશ મુખર્જીની ગોલમાલ, જુઓ વીડિયો

Published: Nov 16, 2019, 20:46 IST | Mumbai Desk

તાજેતરમાં જ વિદ્યા બાલને પોતાના ચાહકો અને પ્રશંસકોનું મનોરંજન કરવાનું મન બનાવી લીધું અને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો.

ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન મોટા પડદા પર પોતાના અભિનયના જાદૂથી પોતાના પ્રશંસકોને હંમેશાં ખુશ કરવામાં સફળ થાય છે. વિદ્યા બાલન ન તો ફક્ત સારી અભિનેત્રી છે પણ તે એક સરસ વ્યક્તિત્વ પણ ધરાવે છે, જે ઘણીવાર પોતાની અવનવી હરકતોથી લોકોનું મનોરંજન કરતી રહે છે. તાજેતરમાં જ વિદ્યા બાલને પોતાના ચાહકો અને પ્રશંસકોનું મનોરંજન કરવાનું મન બનાવી લીધું અને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો.

આમાં વિદ્યા દિગ્ગજ અભિનેત્રી દીના પાઠકની ઋષિકેશ મુખર્જીની 1979ની હિટ ફિલ્મ, 'ગોલમાલ'ના જબરજસ્ત સીનને બીજીવાર શૂટ કરવામાં આવ્યો. વીડિયોમાં એક નાનકડી બારીના માધ્યમથી પોતાના હોટેલના રૂમમાં પ્રવેશ કરતી દેખાય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ શકુન્તલા દેવીની બાયોપિકનું શૂટિંગ શરૂ કર્યું. અભિનેત્રી શકુંતલા દેવી જેવી દેખાવા માટે તે લૂકને સંપૂર્ણપણે સ્વીકાર્યો છે. શકુન્તલા દેવીને માનવ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવતા હતા. આ ફિલ્મનું નિર્દેશન અનુ મેનને કર્યું છે. આ ફિલ્મ મે 2020માં રિલીઝ થવાની છે. વિદ્યા બાલન તાજેતરમાં જ ફિલ્મ મિશન મંગલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર, તાપસી પન્નૂ, કીર્તિ કુલહરી અને શર્મન જોશીની મુખ્ય ભૂમિકા છે.

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં વિદ્યા બાલને એક વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ભારતને મંગળ ગ્રહ પર મોકલવામાં આવેલા મંગલયાનની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મને લઈને બધાં જ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મ સિવાય શકુંતલા દેવીની બાયોપિકમાં દેખાશે. આ બાયોપિકમાં સાન્યા મલ્હોત્રા વિદ્યા બાલનની દીકરીની ભૂમિકા ભજવી રહી છે. આ વાતની જાહેરાત થયા પછી સાન્યા મલ્હોત્રાની ખુશી જોવા જેવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK