જયલલિતા પર બનનારી ફિલ્મમાંથી વિદ્યા 'આઉટ', કંગના 'ઈન'

મુંબઈ | Jun 11, 2019, 11:02 IST

જયલલિતાના જીવન પરથી બનનારી ફિલ્મમાંથી વિદ્યા બાલન બહાર થઈ ગઈ છે. તેની જગ્યાએ કંગનનાને લેવામાં આવી છે.

જયલલિતા પર બનનારી ફિલ્મમાંથી વિદ્યા 'આઉટ', કંગના 'ઈન'
જયલલિતા પર બનનારી ફિલ્મમાંથી વિદ્યા 'આઉટ', કંગના 'ઈન'

ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન(Vidya Balan) ફિલ્મ જયલલિતા(Jayalalitha)માં ટાઈટલ ભૂમિકા નિભાવવાની હતી પરંતુ હવે તે ફિલ્મમાંથી બહાર થઈ ગઈ છે. જેના માટે તે પોતાની ભૂમિકાને લઈને વધુ સવાલો કરતી હોવાનું કારણ આપવામાં આવ્યું છે. હવે આ ભૂમિકામાં વિદ્યા બાલનની જગ્યાએ કંગના રણાવત (Kangana Ranaut)ને લેવામાં આવી છે. મહત્વનું છે કે ફિલ્મ જયલલિતા માટે વિદ્યા બાલન પહેલી પસંદ હતી અને તેણે લગભગ આ ફિલ્મ સાઈન પણ કરી લીધી હતી. જો કે હવે તેને અચાનક બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.

 
 
 
View this post on Instagram

I hope you laugh your way through this week 🙂... #MondayMotovation #ShaadiKeSideEffects

A post shared by Vidya Balan (@balanvidya) onJun 2, 2019 at 8:45pm PDT


તમામ લોકોના મનમાં હતો સવાલ
આ વાતનો પ્રશ્ન તમામ લોકોના મનમાં હતો પરંતુ હવે તેનો જવાબ લોકોને મળી ગયો છે કે વિદ્યા બાલન ફિલ્મ નિર્માતાઓને વધારે પ્રશ્નો પુછતી હતી. જેનાથી ફિલ્મના નિર્માતા અસહજ હતા. જેથી તેમણે વિદ્યાને બહારનો રસ્તો બતાવવો જ યોગ્ય સમસજ્યું.

વિદ્યા કરી રહી હતી અનેક સવાલ
એક અહેવાલ અનુસાર જયલલિતાના જીવન પર હોવાના કારણે અનેક પ્રશ્નોને લઈ નિર્માતા પોતે જ સંકોચમાં હતી અને તે પોતે અનેક સવાલોનો જવાબ શોધી રહ્યા છે. ત્યારે વિદ્યાએ પણ સવાલ કરતા તેને ફિલ્મ ગુમાવવી પડી છે.

આ પણ વાંચોઃ બૉડી-શેમિંગ પર પ્રહાર કર્યા વિદ્યા બાલને

કંગનાને થયો ફાયદો
નિર્માતા અને વિદ્યા વચ્ચેના આ વિવાદનો ફાયદો કંગનાને થયો છે. વિદ્યા બાલન ફિલ્મમાંથી આઉટ થયા બાદ કંગનાને આ ફિલ્મ મળી છે અને આ ફિલ્મ માટે તેને તગડી ફી પણ ચુકવવામાં આવી છે. આ ફિલ્મ માટે તેનું નામ ફિલ્મના લેખકે જ સુચવ્યું હતું. કંગના હાલ પોતાની આગામી ફિલ્મ મેન્ટલ હૈ ક્યાના શૂટિંગમાં વ્યસ્ત છે.

 
 
 
View this post on Instagram

#Spotted | #KanganaRanaut spotted outside the dubbing studio post #MentalHaiKya Trailer dubbing. Trailer out soon!

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) onJun 7, 2019 at 9:36am PDT

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK