Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વિદ્યા બાલન શેમાં બિઝી છે આજકાલ?

વિદ્યા બાલન શેમાં બિઝી છે આજકાલ?

22 January, 2020 07:10 PM IST |

વિદ્યા બાલન શેમાં બિઝી છે આજકાલ?

વિદ્યા બાલન શેમાં બિઝી છે આજકાલ?


રાજકોટ : ઑગસ્ટમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મંગલ મિશન’ની સક્સેસ પછી પણ વિદ્યા બાલન અત્યારે રિલૅક્સ થવાને બદલે પોતાની વેબ-િસરીઝની તૈયારીમાં લાગી ગઈ છે. આ તૈયારીના ભાગરૂપે વિદ્યા છેલ્લા ૧૦ દિવસથી બેડરૂમમાં પૅક થઈને વેબ-િસરીઝ જોયા કરે છે.

ઇન્દિરા ગાંધીની લાઇફ પર આધારિત વેબ-િસરીઝ કરતી વિદ્યાએ અગાઉ કોઈ વેબ-િસરીઝ જોઈ નહોતી એટલે ડિરેક્ટર અને પ્રોડક્શન હાઉસની સલાહ મુજબ અત્યારે તે, તેને સૂચવવામાં આવેલી વેબ-િસરીઝ જોઈ રહી છે. તમે માનશો નહીં, પાંચ દિવસમાં તેણે નેટફ્લિક્સની ‘હાઉસ ઑફ કાર્ડ્સ’ની તમામ સીઝન પૂરી પણ કરી દીધી.



આ પણ વાંચો: કબીર બેદીની વેબ કરીઅર શરૂ કિસકા હોગા થિન્કિસ્તાનમાં બન્યા બૉસ


‘હાઉસ ઑફ કાર્ડ્સ’ અમેરિકી રાજકારણ પર આધારિત છે. ‘હાઉસ ઑફ કાર્ડ્સ’ પૂરી થયા પછી હવે વિદ્યા ‘નાર્કોસ’ જોવાનું શરૂ કરી ચૂકી છે. વેબ-િસરીઝમાં ગળાડૂબ થઈ ગયેલી વિદ્યા આ દિવસોમાં કોઈ સાથે મીટિંગ પણ નથી કરી રહી. બે પ્રોડક્શન હાઉસની સ્ક્રિપ્ટ માટે તેણે મળવાનું હતું, પણ એ મીટિંગ પણ તેણે પોસ્ટપોન કરીને આ મહિનાના એન્ડ પર ધકેલી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 07:10 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK