શ્રીદેવીની બાયોપિક કરવા તૈયાર છે વિદ્યા બાલન
સ્વર્ગસ્થ શ્રીદેવી અને વિદ્યા બાલન
વિદ્યા બાલનનું કહેવું છે કે તે શ્રીદેવીની બાયોપિક કરવા માટે તૈયાર છે. સિલ્ક સ્મિતાની લાઇફ પરથી બનેલી ‘ધ ડર્ટી પિક્ચર’માં વિદ્યાએ કામ કર્યું હતું. આ સાથે જ ઘણી બાયોપિક માટે તેની ચર્ચા ચાલી રહી છે. ઇન્દિરા ગાંધીની બાયોપિકમાં કામ કરવા માટે પણ તે ઉત્સુક છે. વિદ્યા હંમેશાં બોલ્ડ પાત્રો પસંદ કરતી જોવા મળે છે. આ વિશે પૂછતાં વિદ્યાએ કહ્યું હતું કે ‘મારો ઉછેર એ રીતે કરવામાં આવ્યો છે જેમાં મને એવો અહેસાસ કરાવવામાં આવ્યો હતો કે મારી લાઇફમાં સૌથી મહkવની વ્યક્તિ હું જ છું. મને લાગે છે કે એના કારણે જ મારા રોલની પસંદગી પર અસર પડે છે. મને જ્યારે ‘ઇશ્કિયા’ની ઑફર થઈ હતી ત્યારે મને લાગ્યું હતું કે મહિલાઓ માટે આવા જ્યુસી રોલ ભાગ્યે જ લખવામાં આવે છે. મેં આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને એ ખૂબ જ પસંદ પડી હતી.’
આ પણ વાંચોઃ બદલાવ લાવવો હોય તો વોટ કરો : વિદ્યા બાલન
ADVERTISEMENT
શ્રીદેવીની બાયોપિક બનાવવામાં આવી તો એમાં કામ કરવાનું પસંદ કરશે એ વિશે પૂછતાં વિદ્યાએ કહ્યું હતું કે ‘આ માટે ખૂબ જ હિંમતની જરૂર છે. જોકે શ્રીદેવીને ટ્રિબ્યુટ આપવા માટે હું એ જરૂર કરીશ.’