કોઈ પણ પૉલિટિકલ પાર્ટીથી ફરક નથી પડતો વિદ્યા બાલનને
વિદ્યા બાલન
વિદ્યા બાલનનું કહેવું છે કે તેને પૉલિટિક્સ સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી. વિદ્યાએ મંગળવારે એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેને પૂછવામાં આવ્યું હતું કે એક તરફ જ્યારે બૉલીવુડની મોટાભાગની સેલિબ્રિટીઝ બીજેપી સરકારના વખાણ કરતાં થાકતી નથી ત્યારે તે કેમ ભારતની પહેલી મહિલા વડાપ્રધાન અને ક્રૉન્ગ્રેસના નેતા ઇન્દિરા ગાંધીનું પાત્ર વેબ-સિરીઝમાં ભજવી રહી છે. આ વિશે જવાબ આપતાં વિદ્યાએ કહ્યું હતું કે ‘હું જ્યારે કોઈ પણ પાવરફુલ મહિલા વિશે વિચારું છું ત્યારે ઇન્દિરા ગાંધીનું નામ જ મારા દિમાગમાં આવે છે. કોઈ પણ પૉલિટિકલ પાર્ટી સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ વેબ-સિરીઝ કોઈ પૉલિટિકલ પાર્ટી વિશે નથી. આ એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ વિશે છે જે પાર્ટીથી પણ વધુ છે.’
ઑપોર્ચ્યુનિટી કોઈની પણ સેફ્ટીથી વધુ મહત્વની નથી : વિદ્યા
ADVERTISEMENT
વિદ્યા બાલનનું કહેવું છે કે દરેક ઍક્ટરે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમની સેફ્ટીથી વધુ મહત્ત્વની કોઈ ઑપોર્ચ્યુનિટી નથી. બૉલીવુડમાં કાસ્ટિંગ કાઉચ ઘણું ચર્ચાંનું રહ્યું છે. હાલમાં જ #MeToo કેમ્પેન દરમ્યાન ઘણાં કિસ્સા પણ બહાર આવ્યા હતા. કાસ્ટિંગ કાઉચ વિશે પૂછતાં વિદ્યાએ કહ્યું હતું કે ‘હું પણ આવી એક પરિસ્થિતિમાં મુકાઈ હતી. જોકે મારી સાથે છેડતી કે કોઈ પણ જાતની જબરદસ્તી ન થઈ હોવાથી હું પોતાને નસીબદાર માનુ છું. હું આ કિસ્સો ભુલી પણ ગઈ હતી કારણ કે મારી સાથે કંઈ થયું નહોતું. મારું માનવું છે કે કોઈની પણ સેફ્ટી કરતાં ઑપોર્ચ્યુનિટી વધુ મહત્ત્વની નહીં હોઈ શકે. ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ મળી રહે છે. જો તમને તમારામાં વિશ્વાસ હોય તો તમારા માટે કંઈ અશક્ય નથી. કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવી ઑફર મૂકે તો એમાં ફસાવું ન જોઈએ.’
આ પણ વાંચો : મુંબઈને સાફ રાખવા માટે વિદ્યા બાલને બીએમસીનાં વખાણ કર્યાં
આ વેબ-સિરીઝનું શૂટિંગ શરૂ કરવા માટે ઘણો સમય જોઈશે. આ એક વેબ-સિરીઝ છે અને એથી દરેક વસ્તુ યોગ્ય છે કે નહીં એ જોવા માટે સમય લાગી રહ્યો છે. આથી શૂટિંગ ચાલું કરવા માટે બે-ત્રણ વર્ષ પણ લાગી શકે છે.
- વિદ્યા બાલન