મિશન મંગલ પછી વિદ્યા બાલન બનશે નટખટ, જોવા મળશે આ અંદાજમાં

Published: Jul 23, 2019, 15:31 IST

બોલીવુડ સ્ટાર વિદ્યા બાલન ફરી એકવાર નવી ભૂમિકામાં જોવા મળશે. વિદ્યા બાલન હવે પ્રોડ્યૂસર પણ બની ગઈ છે અને એક શોર્ટ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહી છે.

નટખટમાં અલગ અંદાજમાં જોવા મળશે વિદ્યા બાલન
નટખટમાં અલગ અંદાજમાં જોવા મળશે વિદ્યા બાલન

બોલીવુડ સ્ટાર વિદ્યા બાલન ફરી એકવાર નવી ભૂમિકામાં જોવા મળશે. વિદ્યા બાલન હવે પ્રોડ્યૂસર પણ બની ગઈ છે. વિદ્યા બાલન એક શોર્ટ ફિલ્મની પ્રોડ્યૂસર બની રહી છે અને તેમના પહેલા પ્રોજેક્ટનું ટાઈટલ છે નટખટ. વિદ્યા બાલને તેમની ફિલ્મની માહિતી સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. વિદ્યા બાલન તેની આ નવી જવાબદારી માટે એકસાઈટમેન્ટમાં લાગી રહી છે. વિદ્યા બાલને ઈન્ટાગ્રામ પર ફિલ્મનું ક્લિપ બોર્ડ પોસ્ટ કર્યું હતું.

વિદ્યા બાલને નટખટનું ક્લિપ બોર્ડ પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'હું ખુશ છું અને ઉત્સાહિત છું કે, કેટલાક દિવસ પહેલા મે એક શોર્ટ ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. શોર્ટ ફિલ્મનું નામ નટખટ છે અને હું એમા નવા રોલમાં જોવા મળીશ અને તે એટલે પ્રોડ્યૂસર. આમ તો મારો પ્રોડ્યૂસર બનવાનો પ્લાન હતો નહી પરંતુ અનુકમ્પા હર્ષ અને શાન વ્યાસની સ્ટોરીએ આ દિશામાં વિચારવા માટે મજબૂર કરી હતી.'

આ પણ વાંચો: મલાઈકા અરોરાના હોટ બિકિની લૂક વાયરલ, જુઓ ફોટોઝ

'પરિણીતા' સાથે ફિલ્મી કરીઅરની શરૂઆત કરનારી વિદ્યા બાલન યુનીક કોન્સેપ્ટ મૂવીઝમાં માને છે. 'પરિણીતી', 'ધ ડર્ટી પિક્ચર', 'ઈશ્કિયા' જેવી ફિલ્મોમાં દમખમ દેખાડી ચૂકેલી વિદ્યા બાલન હવે મિશન મંગલમાં જોવા મળશે.વિદ્યા બાલન 15 ઓગસ્ટે રિલીઝ થનારી ફિલ્મ મિશન મંગલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જયારે ફિલ્મમાં વિદ્યા બાલન સહિત તાપસી પન્નૂ, સોનાક્ષી સિન્હા, કિર્તી કુલ્હરી, નિત્યા મેનન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જગન શક્તિ ડિરેક્ટેડ ફિલ્મ મિશન મંગલ ભારતે પહેલા મંગલયાનના લોન્ચની સ્ટોરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK