Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિદ્યાએ હિરોઇન બનતાં પહેલાં અનેક રિજેક્શન્સ સહન કરવાં પડ્યાં હતાં

વિદ્યાએ હિરોઇન બનતાં પહેલાં અનેક રિજેક્શન્સ સહન કરવાં પડ્યાં હતાં

20 February, 2020 04:26 PM IST | Mumbai Desk
Ashu Patel

વિદ્યાએ હિરોઇન બનતાં પહેલાં અનેક રિજેક્શન્સ સહન કરવાં પડ્યાં હતાં

વિદ્યાએ હિરોઇન બનતાં પહેલાં અનેક રિજેક્શન્સ સહન કરવાં પડ્યાં હતાં


વિદ્યા બાલનને હિરોઇન તરીકે સફળતા મળી એ અગાઉ તેણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. વિદ્યા બાલનના સંઘર્ષની થોડી વધુ વાતો જાણીએ.
વિદ્યાને એક ડઝન મલયાલમ ફિલ્મનિર્માતાઓએ પડતી મૂકી દીધી એ પછી તેણે ૨૦૦૨માં એન. લિંગુસ્વામીની ‘રન’ ફિલ્મ હિરોઇન તરીકે સાઇન કરી. જોકે એ ફિલ્મનું પ્રથમ શૂટિંગ-શિડ્યુલ પૂરું થયા પછી તેને બહુ ખરાબ રીતે એ ફિલ્મમાંથી પડતી મૂકી દેવાઈ અને તેની જગ્યાએ મીરા જસ્મિનને હિરોઇન બનાવી દેવાઈ હતી. એ ફિલ્મ તેને ખોટી માહિતી આપીને સાઇન કરાવવામાં આવી હતી. એ સેક્સ કૉમેડી હતી અને એ જેનર સાથે તે અનકમ્ફર્ટેબલ હતી એટલે તેણે પણ એ પ્રોજેક્ટ છોડી દેવાનું નક્કી કર્યું હતું.
તેણે ૨૦૦૩માં ‘માનાસેલમ’ નામની તામિલ ફિલ્મ સાઇન કરી હતી, પરંતુ એ ફિલ્મના ડિરેક્ટરને લાગ્યું કે આ છોકરીમાં કાંઈ ઍક્ટિંગની આવડત-બાવડત છે નહીં એટલે ડિરેક્ટરે તેને પડતી મૂકીને ત્રિષાને હિરોઇન તરીકે સાઇન કરી. એ પછી તેણે ‘કલારી વિક્રમન’ નામની મલયાલમ ફિલ્મ સાઇન કરી. એ ફિલ્મ ૨૦૦૩માં પૂરી થઈ, પરંતુ એ ફિલ્મ રિલીઝ જ ન થઈ!
૨૦૦૩માં વિદ્યા બાલને ગૌતમ હલદરની બંગાળી ફિલ્મ ‘ભાલો ઠેકો’ કરી. એ ફિલ્મ તેની રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મ હતી. એ ફિલ્મમાં તેણે આનંદી નામની યુવતીનું પાત્ર ભજવ્યું હતું. એ ફિલ્મે તેને બેસ્ટ ઍક્ટ્રેસ તરીકેનો આનંદલોક પુરસ્કાર અપાવ્યો હતો.
ત્યાર બાદ પ્રદીપ સરકારે વિદ્યાને ‘પરિણીતા’ ફિલ્મમાં બ્રેક આપ્યો અને ૨૦૦૫માં એ ફિલ્મ રિલીઝ થઈ. જોકે એ ફિલ્મમાં પસંદ થતાં પહેલાં તેણે ૬ મહિના સુધી સતત અને સખત ઓડિશનમાંથી પસાર થવું પડ્યું હતું. એ ફિલ્મ સરાતચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘પરિણીતા’ નવલકથા પરથી બની હતી. એ ફિલ્મમાં એક આદર્શવાદી યુવતીની અને એક મ્યુઝિક-ડિરેક્ટરની લવ-સ્ટોરી હતી. એ ફિલ્મમાં સૈફ અલી ખાને એક મૂડીવાદી શ્રીમંતના દીકરા શેખરનો રોલ કર્યો હતો અને વિદ્યાએ આદર્શવાદી યુવતી લલિતાનો રોલ કર્યો હતો. વિદ્યાના એ રોલની વિવેચકોએ ખૂબ જ  પ્રશંસા કરી હતી. ‘પરિણીતા’ ફિલ્મે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યુનો અવૉર્ડ અપાવ્યો અને તેને બેસ્ટ ઍક્ટ્રેસ તરીકે ફિલ્મફેર અવૉર્ડમાં નૉમિનેશન પણ મળ્યું અને એ ફિલ્મથી તેની કરીઅર ટેક-ઑફ થઈ ગઈ.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 04:26 PM IST | Mumbai Desk | Ashu Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK