Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે ફિલ્મના સેટ પર વરૂણ અને શ્રદ્ધાને ડાયરેક્ટરે કહ્યું 'ગેટ આઉટ

જ્યારે ફિલ્મના સેટ પર વરૂણ અને શ્રદ્ધાને ડાયરેક્ટરે કહ્યું 'ગેટ આઉટ

02 June, 2019 01:03 PM IST | મુંબઈ

જ્યારે ફિલ્મના સેટ પર વરૂણ અને શ્રદ્ધાને ડાયરેક્ટરે કહ્યું 'ગેટ આઉટ

જ્યારે ફિલ્મના સેટ પર વરૂણ અને શ્રદ્ધાને ડાયરેક્ટરે કહ્યું 'ગેટ આઉટ

જ્યારે ફિલ્મના સેટ પર વરૂણ અને શ્રદ્ધાને ડાયરેક્ટરે કહ્યું 'ગેટ આઉટ


એવું તે શું થયું કે સ્ટ્રીટ ડાન્સરના સેટ પરથી વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરને ડિરેક્ટર રેમો ડીસૂજાએ ગેટ આઉટ કહી દીધું? આ ઘટના ખબર એટલે પડી કે વરૂણ ધવને ફિલ્મના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે વરૂણ, શ્રદ્ધા સહિત આખી ટીમને ગેટઆઉટ કહેતા જણાઈ રહ્યા છે.

 
 
 
View this post on Instagram

When u don’t want to leave the set #SD3 #crazy peeps

A post shared by Varun Dhawan (@varundvn) onJun 1, 2019 at 8:36pm PDT




બન્યું એવું કે વરૂણ, શ્રદ્ધા અને ટીમ હાલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ દરમિયાનના અનુભવને તેઓ એટલો માણી રહ્યા છે કે તેમને સેટ પરથી જવાની ઈચ્છા નથી થતી. આવો જ એક વીડિયો વરૂણે શેર કર્યો છે. જેમાં ફિલ્મને ડિરેક્ટર રેમો આખી કાસ્ટને ગેટ આઉટ કહેતા જોવા મળે છે. તેમના મોઢેથી આ વાત સાંભળીને વરૂણ શ્રદ્ધા અને ત્યાં હાજર લોકો વધુ એક સીનનું શૂટિંગ કરવાનું કહે છે. તેઓ હલ્લો કરે છે અને તેમને ખભા પર ઉઠાવી લે છે.

પોતાને આ સ્થિતિમાં જોઈને રેમો પણ હેલ્પલેસ મહેસૂસ કરે છે. તેમના ચહેરાના ભાવોને જોઈને એ વાતનો અંદાજ લગાવી શકાય છે. વીડિયોના અંતમાં વરૂણ કહે છે, અમારે ઘરે નથી જવું, અમે શૂટિંગ કરતા જ રહેવા માંગીએ છે.


આ પણ વાંચોઃ જામનગરમાં ભણેલા આ યુવકના ઈશારે નાચે છે આખું બોલીવુડ, જાણો અજાણી વાતો

મહત્વનું છે કે, ડાંસ પર આધારિત આ ફિલ્મ 24 જાન્યુઆરી 2020ના રીલિઝ થશે. આ ફિલ્મમાં વરૂણ અને શ્રદ્ધાની સાથે પ્રભુ દેવા, નોરા ફતેહી, શક્તિ મોહન, ધર્મેશ યેલ્ડે પણ નજર આવશે. આ ફિલ્મ માટે પહેલા કેટરીનાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેની પાસે તારીખો ન હોવાથી તેણે ફિલ્મ માટે ના પાડી દીધી હતી.ફિલ્મ છોડવાનું કારણ જણાવતાં કૅટરિનાના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘કૅટરિના કૈફે ‘ભારત’ના વ્યસ્ત શેડ્યુલના કારણે રેમો ડિસોઝાની ફિલ્મને ના પાડી છે. કૅટરિના હંમેશાંથી જ પોતાના કામ પ્રતિ પ્રોફેશનલ રહી છે.





Whatsapp-channel Whatsapp-channel

02 June, 2019 01:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK