Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bhoot Part 1: વિકી કૌશલની હૉરર ફિલ્મની શૂટિંગ પૂરી, આ દિવસે થશે રિલીઝ

Bhoot Part 1: વિકી કૌશલની હૉરર ફિલ્મની શૂટિંગ પૂરી, આ દિવસે થશે રિલીઝ

06 September, 2019 04:07 PM IST | મુંબઈ ડેસ્ક

Bhoot Part 1: વિકી કૌશલની હૉરર ફિલ્મની શૂટિંગ પૂરી, આ દિવસે થશે રિલીઝ

તસવીર સૌજન્ય વિકિ કૌશલ ઇન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય વિકિ કૌશલ ઇન્સ્ટાગ્રામ


નેશનલ ફિલ્મ અવૉર્ડ વિજેતા વિકી કૌશલ હાલ ઘણો ચર્ચામાં છે અને ઘણા પ્રૉજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. તો તેના ચાહકો પણ તેની ફિલ્મોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં જ પૂરી થવાની છે. અભિનેતાએ પોતે આ વાતની માહિતી આપી છે કે તે ટૂંક સમયમાં જ મોટા પડદા પર દેખાશે. ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક જેવી ફિલ્મમાં આર્મી ઑફિસર બનનાર વિકી કૌશલ હવે હૉરર ફિલ્મમાં લોકોને ડરાવતા જોવા મળશે.

વિકી કૌશલ હજી ફિલ્મ 'ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ'ની શૂટિંગ લાંબા સમય બાદ હવે પૂરી થઈ ગઈ છે. તો મહત્વની વાત એ છે કે વિકી કૌશલે ફિલ્મની શૂટિંગ પૂરી થવાની માહિતી આપવાની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ વિશે પણ વાત કરી છે. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની શૂટિંગ અને રિલીઝ ડેટની માહિતી આપી છે અને સાથે જ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૂટિંગ પૂરી થવાના સેલિબ્રેશનની તસવીરો પણ અપલોડ કરી છે.



તેણે શૂટિંગ દરમિયાનની એક તસવીર અપલોડ કરતાં લખ્યું છે કે, "'ભૂત પાર્ટ 1:ધ હૉન્ટેડશિપ'નો છેલ્લો શૉટ આપી દીધો છે. અમે અમારી ખાસ ફિલ્મની શૂટિંગ પૂરી કરી લીધી છે. આ ફિલ્મની જર્ની દરમિયાન હું મારા અનેક ભયથી લડ્યો છું. તમારી સાથે આ વિષયે વાત કરવાની રાહ નથી જોવાતી. ફિલ્મ 16 નવેમ્બરના રિલીઝ થશે." તેની સાથે જ તેણે ફિલ્મ સાથે જોડાયેલા અનેક લોકોને ટેગ પણ કર્યા છે.



ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરેલી સ્ટોરીમાં વિકી કૌશલ મસ્તી કરતો જોવા મળે છે. તો ફિલ્મની શૂટિંગ પૂરી થવા પર કેક કાપવામાં આવ્યું અને આ મોમેન્ટ સેલિબ્રેટ કરવામાં આવી. જણાવીએ કે ફિલ્મમાં વિકી કૌશલ સાથે ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે અને ફિલ્મ ભાનુ પ્રતાપ સિંહ નિર્દેશિત કરી રહ્યા છે અને કરણ જોહર, અપૂર્વા મેહતાએ પ્રૉડ્યૂસ કરી છે.

આ પણ વાંચો : Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

આ ફિલ્મ સિવાય વિકી કૌશલ શૂજીત સરકાર ડિરેક્ટ કરી રહ્યા છે. સરદાર ઉધમ સિંહની બાયોપિકમાં દેખાશે. સાથે જ સેમ માનેકશૉની બાયોપિકને લઈને પણ કામ કરી રહ્યો છે, જેને મેઘના ગુલઝાર બનાવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 04:07 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK