Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શૂજિત સરકાર સાથે કામ કરવું મારા માટે સપનું પૂરું થવા સમાન છે: વિકી કૌશલ

શૂજિત સરકાર સાથે કામ કરવું મારા માટે સપનું પૂરું થવા સમાન છે: વિકી કૌશલ

22 June, 2019 09:13 AM IST | મુંબઈ

શૂજિત સરકાર સાથે કામ કરવું મારા માટે સપનું પૂરું થવા સમાન છે: વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી કૌશલનું કહેવું છે કે શૂજિત સરકાર સાથે કામ કરવું એ તેના માટે સપનું પૂરું થવા જેવું છે. શૂજિત સરકારની ‘સરદાર ઉધમ સિંહ’માં વિકી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાનો છે. જલિયાંવાલા બાગની ઘટનાનો બદલો લેવા માટે સરદાર ઉધમ સિંહે અગત્યનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ વિશે વિકીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મને બેસ્ટ બનાવવા માટે અમે પૂરતો પ્રયાસ કરી રહ્યા છીએ. ક્રાન્તિકારી ઉધમ સિંહની સ્ટોરી ખૂબ જ અદ્ભુત છે. શૂજિત સરકાર સર સાથે કામ કરવું એ મારા માટે સપનું પૂરું થવા જેવું છે. આ ફિલ્મની રિલીઝને લઈને હું ખૂબ ઉત્સાહિત છું.’

કરણ જોહરની ‘તખ્ત’ અને ‘ભૂત પાર્ટ 1 - ધ હૉન્ટેડ શિપ’માં પણ તે લીડ રોલમાં જોવા મળવાનો છે. સારા ડિરેક્ટર્સ સાથે કામ કરવાની તક મળતાં પોતાને લકી માને છે એવું જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘હું કોઈ ચોક્કસ પ્લાન નથી કરતો. જો તમે સ્ટોરી વાંચો અને એ તમને પસંદ પડે સાથે જ ડિરેક્ટર પણ સારા હોય તો પછી હું એ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થાઉં છું. હું ખૂબ લકી છું કે મને બેસ્ટ ડિરેક્ટર્સ સાથે કામ કરવાની તક મળી છે. એથી મને એક સારા ઍક્ટર તરીકે વિકસિત થવામાં પણ મદદ મળે છે.’



આ પણ વાંચો : શાહિદ પર પત્ની મીરાને છે ગર્વ, કબીર સિંહ જોઈ લખી આ શાયરી


પોતાના ભાઈ સની કૌશલ સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં વિકીએ કહ્યું હતું કે ‘ડિરેક્ટરો અને પ્રોડ્યુસરો પર આધાર રાખે છે કે તેઓ અમને એક ફિલ્મમાં સાથે કામ આપે. જો અમને સારી તક મળી તો અમે સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2019 09:13 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK