Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિકી કૌશલને કરવા છે કૉમ્પ્લીકેટેડ રોલ્સ

વિકી કૌશલને કરવા છે કૉમ્પ્લીકેટેડ રોલ્સ

02 March, 2019 10:13 AM IST |

વિકી કૌશલને કરવા છે કૉમ્પ્લીકેટેડ રોલ્સ

વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી કૌશલનું કહેવું છે કે તેણે હવે કૉમ્પ્લીકેટેડ રોલ્સ કરવા છે. તેનું એમ પણ માનવું છે કે રિયલ લાઇફમાં તે ખૂબ જ સિક્યૉર વ્યક્તિ છે. આ જ કારણ છે કે તેને કૉમ્પ્લીકેટેડ રોલ્સ કરવા છે. એ વિશે વધુ જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘હું સેફ પર્સન છું. હું એક એવી વ્યક્તિ છું જેનું એક ફૅવરિટ આઇસક્રીમ છે. હું એક જ આઇસક્રીમ પાર્લરમાં જઈને મારું ફૅવરિટ આઇસક્રીમ ઑડર કરતો હોઉં છું. ફૅશનની વાત હોય ત્યારે હું સોલિડ કલર્સનો અને સ્ટ્રાઇપ્સનો વધુ ઉપયોગ કરું છું. જો હું કંઈક નવું એક્સપરિમેન્ટ કરવા માગું તો એ શૂઝ અથવા સન ગ્લાસિસ સાથે કરું છું. મને સફેદ સ્નિકર્સ પસંદ છે. મારા પાત્રની વાત કરું તો હું એક્સપરિમેન્ટ કરવામાં વિશ્વાસ રાખું છું. મને સીદી સાધી, સ્થિર ચીજો, સરળ વસ્તુઓ નથી પસંદ. મને મુશ્કેલ વસ્તુઓ કરવામાં રસ છે. રોલમાં લેયર્સ, કલર્સ અને શેડ્સ પસંદ છે.’

આ પણ વાંચો : કાર્તિક અને સારા ફાઇનલી જોવા મળશે લવ આજ કલની સીક્વલમાં



પોતે એક જ ભૂમિકામાં બંધાઈ રહેવા નથી માગતો એ વિશે જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘હું દરેક પાત્રો ભજવવા માટે તૈયાર છું. હું લોહચુંબક બનવા માગું છું જેને ખબર હોય કે કંઈ વસ્તુ તરફ આકર્ષણ કરવાનું હોય છે. મારા માટે તો સારી સ્ક્રિપ્ટ જરૂરી છે. હું જે દિવસે મારી જાતને કોઈ એક ચોક્કસ પાત્રમાં બાંધી લઈશ, એક જ પ્રકારના રોલ્સ કરીશ, એક જ પ્રકારની ફિલ્મો કરીશ એ દિવસે મારા માટે પાત્રને પસંદ કરવું પણ ખૂબ જ મુશ્કેલ બની જશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2019 10:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK