Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડ્રગ્સના આરોપની મારા પર ઊંડી અસર થઈ છે : વિકી કૌશલ

ડ્રગ્સના આરોપની મારા પર ઊંડી અસર થઈ છે : વિકી કૌશલ

01 September, 2019 10:58 AM IST | મુંબઈ

ડ્રગ્સના આરોપની મારા પર ઊંડી અસર થઈ છે : વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી કૌશલે જણાવ્યું હતું કે કરણ જોહરની પાર્ટીમાં મુકાયેલા ડ્રગ્સનાં આરોપે તેનાં પર ખૂબ ઊંડી છાપ છોડી હતી. કરણ જોહરનાં ઘરે આયોજિત આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, વિકી કૌશલ, શાહિદ કપૂર, વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ ઉપરાંત અનેક સેલિબ્ર‌િટીઝ હાજર હતાં. શાહિદ કપૂરની વાત કરીએ તો તે કદી પણ આલ્કોહૉલનું સેવન નથી કરતો. પાર્ટીમાં હાજર કલાકારો પર મુકવામાં આવેલા આરોપોને જાણીને વિકી ચોંકી ઉઠ્યો હતો. એ વિશે જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘હું એ પાર્ટી બાદ ચાર દિવસ માટે આર્મીનાં સૈનિકો સાથે હિલ્સ પર હતો કે જ્યાં નેટવર્ક પણ નથી હોતું. એથી મને તો કંઈ જાણ જ નહોતી કે શું થઈ રહ્યું છે. હું જ્યારે પાછો ફર્યો ત્યારે મેં ટ્‍‍વિટર ચૅક કર્યુ તો જાણ થઈ. હું તો ચોંકી ગયો હતો. એફઆઇઆર, ઓપન લેટર એવું તો ઘણું બધું હતું. એની મારા પર ઘણી અસર થઈ હતી. હું એ લોકોનાં નામ લેવાનું યોગ્ય નથી સમજતો.

આ પણ વાંચો : અક્ષયકુમારને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે ભૂલભુલૈયા 2ની સ્ક્રિપ્ટ : અનીસ બઝમી



મને એ જાણવા મળ્યુ છે કે જે લોકો તમને પર્સનલી નથી ઓળખતા, તેઓ કંઈક જુએ છે અને તમારા વિશે કંઈ પણ ધારણાં બાંધી લે છે. એક રીતે આ ઠીક પણ છે કેમ કે આપણે બધા એમ કરીએ છીએ. હકીકત જાણ્યા વગર કઈ પણ અફવા ન ફેલાવવી જોઈએ. જોકે કેટલાક લોકો જાણ્યા કે સમજ્યા વગર અમારા વિશે ઘસાતું બોલે એ યોગ્ય ન કહેવાય.’


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 10:58 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK