Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અફેરની ચર્ચાઓ વચ્ચે વિકી કૌશલે કેટરિનાને લગાડ્યો રંગ, જુઓ વીડિયો

અફેરની ચર્ચાઓ વચ્ચે વિકી કૌશલે કેટરિનાને લગાડ્યો રંગ, જુઓ વીડિયો

07 March, 2020 04:07 PM IST | Mumbai Desk

અફેરની ચર્ચાઓ વચ્ચે વિકી કૌશલે કેટરિનાને લગાડ્યો રંગ, જુઓ વીડિયો

પાર્ટીમાં વિકી કૌશલ અને કેટરીના કૅફ પહોંચ્યા

પાર્ટીમાં વિકી કૌશલ અને કેટરીના કૅફ પહોંચ્યા


દેશના જ નહીં પણ વિશ્વના સૌથી મોટા અને જાણીતા બિઝનેસ મેન અનિલ અંબાણીની દીકરી ઇશા અંબાણીએ પોતાના ઘરે હોળી પાર્ટી રાખી હતી. ઇશાએ આ પાર્ટી શુક્રવારે સાંજે રાખી હતી. આ પાર્ટીમાં બોલીવુડના તમામ સિતારાઓએ હાજરી આપી હતી. હોળી પાર્ટીમાં સામેલ થવા માટે અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને પતિ નિક જોનાસ પણ ભારત પહોંચ્યા. તો અફેરની ચર્ચાઓ વચ્ચે હોળી સેલિબ્રેશન પાર્ટીમાં કેટરિના કૅફ અને અભિનેતા વિકી કૌશલ પણ પહોંચ્યા. બન્ને ઇશા અંબાણીની પાર્ટીમાંથી બન્નેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઇશા અંબાણીએ શુક્રવારે સાંજે પોતાના ઘરમાં હોળી પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં વિકી કૌશલ અને કેટરિના કૅફ પહોંચ્યા હતા. આ દરમિયાન વિકી જ્યાં વ્હાઇટ કલરની શર્ટ અને ડેનિમ જીન્સમાં દેખાયો. ત્યાં કેટરિનાએ વ્હાઇટ કલરો લહેંગો પહેર્યો હતો. આ બન્નેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં બન્નેના ચહેરા પર કલર લાગેલો છે. આ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.




ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બન્નેના અફેરની ચર્ચાઓ થઈ રહી છે. તો બન્નેને કેટલીય ઇવેન્ટ્સ અને પાર્ટીઝમાં પણ સાથે જોવામાં આવ્યા છે. જો કે, બન્નેએ ક્યારેય પોતાના સંબંધોને લઈને મીડિયા સામે વાત નથી કરી.


નોંધનીય છે કે ઇશાની પાર્ટીમાં જ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ હોળી મનાવવા પહોંચ્યા. આ દરમિયાન બન્નેએ ખૂબ જ મસ્તી કરી અને હોળી રમ્યા. પ્રિયંકાથી વધારે નિક હોળી સેલિબ્રેટ કરીને ખુશ દેખાઇ રહ્યો હતો. આ દરમિયાન કેટલીય તસવીરોને નિક જોનાસે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે. તેણે ફોટોઝ શૅર કરતાં લખ્યું છે કે, "મારી પહેલી હોળી. ખૂબ જ ખુશી થઈ મારા બીજા ઘરે ભારતમાં હોળી સેલિબ્રેટ કરીને."

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2020 04:07 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK