જન્મદિવસે પિતા શામ કૌશલે વિકીને આ રીતે આપી શુભેચ્છા, જુઓ તસવીર

Published: May 16, 2020, 17:48 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વિકીના પિતા સ્ટંટ ડાયરેક્ટર હતા, 32મા જન્મદિવસે એક્ટરના બાળપણની ક્યૂટ તસવીર પોસ્ટ કરી

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

જન્મદિવસ દરેક વ્યક્તિ માટે ખાસ જ હોય છે. તેમા પણ જો માતા-પિતા બાળપણની તસવીર શેર કરે તો તે વધારે ખાસ બની જાય છે. કારણકે બાળપણની તસવીરો વ્યક્તિને શરમાવી પણદે છે અને જુની યાદો તાજા પણ કરી દે છે. બોલીવુડના અભિનેતા વિકી કૌશલ સાથે પણ આવુ જ કંઈક થયું છે. પિતા શામ કૌશલે અભિનેતાના 35મા જન્મદિવસે બાળપણની તસવીર પોસ્ટ કરીને તેને અનોખા અંદાજમા શુભેચ્છા આપી છે.

સવારથી જ ફેન્સ અને બોલીવુડના મિત્રો વિકી પર શુભેચ્છાઓનો વરસાસ કરી રહ્યાં છે. પરંતુ આ બધામાં પિતાએ આપેલી શુભેચ્છા બહુ ખાસ છે. વિકીના પિતા શામ કૌશલે બાળપણની તસવીર શેર કરતા લખ્યું હતું કે, હેપી વર્થ ડે પુત્તર. બહુ બધો પ્રેમ અને આર્શિવાદ, ભગવાન તને હંમેશા ખુશ રાખે. હું બહુ ખુશ છું કે હું તારા નામથી ઓળખાવ છું. હું તને ખુબ પ્રેમ કરું છું. મને તારા પર ગર્વ છે.

આ ફોટોમાં નાનકડો વિકી પપ્પાના હાથમાં બહુ ચિંતિત મુદ્રામાં છતા બહુ ક્યૂટ ઢીંગલી જેવો લાગે છે. વિકીના પિતા શામ કૌશલ સ્ટંટ ડાયરેક્ટર હતા. 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK