ડેઇલી વેજ અર્નર્સ માટે ફૅન્સને ડોનેટ કરવાની અપીલ કરી વિકી કૌશલ

Published: May 15, 2020, 18:46 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

૩ લકી વિજેતાને તેની સાથે વર્ચ્યુઅલ નાઇટ ગેમ્સ રમવાની તક મળશે

વિકી કૌશલ
વિકી કૌશલ

વિકી કૌશલે તેના ફૅન્સને અપીલ કરી છે કે તેઓ રોજનું કમાઈને ખાતા કામગારો માટે ડોનેટ કરે. એના માટે તેણે એક જાહેરાત પણ કરી છે કે ૩ લકી વિજેતાને તેની સાથે વર્ચ્યુઅલ નાઇટ ગેમ્સ રમવાની તક મળશે. લોકોએ ડોનેટ કરેલી રકમ ગિવ ઇન્ડિયાને આપવામાં આવશે જે જરૂરતમંદ લોકો માટે રૅશનની કિટ તૈયાર કરશે. આ પૂરી માહિતી એક વિડિયો દ્વારા વિકીએ આપી છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને વિકીએકેપ્શન આપી હતી કે ‘તમે મારી સાથે વર્ચ્યુઅલ ગેમ્સ રમશો. આપણે એકબીજાને જાણી શકીશું. એમાં ડમ્બશરાસ રમીશું. ખૂબ જ મજેદાર રહેશે એ સાંજ. તમને પ્રૉમિસ કરું છું કે તમને પણ મજા આવશે. આને વાસ્તવિકતામાં બદલાવવા માટે તમારે fankind.org/vicky પર જઈને ડોનેટ કરવાનું રહેશે. તમે આપેલા ડોનેશનને ગિવ ઇન્ડિયાને આપવામાં આવશે. તેઓ એ ડેઇલી વેજ અર્નર્સ માટે રાશનની કિટ્સ તૈયાર કરશે. જેમના માટે આજે પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરવાનો સવાલ નિર્માણ થયો છે. ડોનેટ કરનારા ૩ લકી વિનર્સને મારી સાથે વર્ચ્યુઅલ નાઇટ ગેમ્સ રમવાની તક મળશે. આને વધુ અસરકારક બનાવવા માટે એ.ટી.ઈ. ચન્દ્ર ફાઉન્ડેશન કુલ ડોનેશનના 25 ટકા જેટલી રકમ ડોનેટ કરશે. એથી તમે પણ વધુ અસરકારક ઢબે આનાથી જોડાઈ જાઓ. ચાલો આપણે આપણી ફરજ બજાવીએ અને સંકટની આ ઘડીમાં એકબીજાની મદદ કરીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK